Kalki 2898 AD: પ્રભાસ-બચ્ચનની એક્શનપેક ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર
પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’નું ટ્રેલર 10 જૂને રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. જ્યારથી નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, ત્યારથી ચાહકો આ ફિલ્મની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે. હવે ટ્રેલર લૉંચ થતાં ફિલ્મ જોવાની તાલાવેલી લોકોમાં વધી ગઈ છે.
27 જૂને રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ અને સ્ટારકાસ્ટને લીધે ટ્રેલર તો જમાવટ કરી રહ્યું છે.
કલ્કી 2898 એડીના નિર્માતાઓએ ખાતરી આપી છે કે આ ફિલ્મ લોકોને આકર્ષવામાં સફળ રહેશે. ટફ સિક્વન્સ, ક્લિયર એડિટિંગ અને બેકગ્રાઉન્ડ સ્કોર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. VFX પર પણ સારું કામ કરવામાં આવ્યું છે. પ્રભાસ અને અમિતભા બચ્ચને ને પણ એકદમ અલગ અંદાજમાં બતાવવામાં આવ્યો છે. ફિલ્મના દરેક પાત્ર અલગ જ લુકમાં જોવા મળે છે. લોકો ફિલ્મના ટ્રેલરની તુલના હોલિવૂડ ફિલ્મ ડ્યૂન સાથે કરી રહ્યા છે.
Read This…બોલિવૂડ કલાકારોની ‘All EYES ON RAFAH’પોસ્ટ બાદ ટ્રેન્ડ થવા લાગ્યું ‘BOYCOTT BOLLYWOOD’
ફિલ્મની વાર્તા દુનિયાના પહેલા અને છેલ્લા શહેર વિશે જણાવે છે. આ ફિલ્મમાં કમલ હાસન મહત્વની ભૂમિકા ભજવવાના છે, જોકે તેનો લુક જાહેર કરવામાં આવ્યો નથી. ટ્રેલરના અંતમાં તે ફક્ત એક નવો યુગ આવવાનો છે તેવું કહેતો બતાવવામાં આવ્યો છે.