મનોરંજન

અમેરિકામાં પણ Kalki 2898 ADનો ધમાકો, કર્યું આટલું ક્લેક્શન

ડિરેક્ટર નાગ અશ્વિન 27 જૂને ‘કલ્કી 2898 એડી‘ને સિનેમાઘરોમાં લઈને આવ્યા છે. હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત આ સાયન્સ-ફિક્શન ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળે છે. વિશ્વભરમાં 191.5 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર ઓપનિંગ કર્યા પછી, ફિલ્મે બમ્પર કમાણી કરવાનું ચાલુ રાખ્યું છે. માત્ર ચાર દિવસમાં, આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 555 કરોડનું ગ્રોસ બોક્સ કલેક્શન કર્યું છે. કમાણીને મામલે આ ફિલ્મે શાહરૂખ ખાનની ‘જવાન’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ સહિત અન્ય ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
વિદેશમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મના કલેક્શનને લઈને એક અપડેટ સામે આવ્યું છે, એ મુજબ ભારતમાં આ ફિલ્મે ત્રણ દિવસમાં જ 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ઉત્તર અમેરિકામાં કલ્કીએ રેકોર્ડ તોડ્યો છે. કલેક્શન ડેટા મુજબ આ ફિલ્મે અહીં પણ ત્રણ દિવસમાં ધૂમ કમાણી કરી છે. ઉત્તર અમેરિકામાં આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

આ પન વાચો : કલ્કી 2898એ ઉડાવી અજય દેવગનની ઉંઘ, લીધો આવો નિર્ણય

આ ફિલ્મના તેલુગુ વર્ઝને રૂ. 182 કરોડ, તમિલ વર્ઝને રૂ. 20.3 કરોડ, હિન્દી વર્ઝને રૂ. 128 કરોડ, કન્નડ વર્ઝને રૂ. 2.1 કરોડ અને મલયાલમ વર્ઝને રૂ. 11.2 કરોડ મળીને પાંચ દિવસમાં 343.31 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

કલ્કી 2898 એડી નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે અમિતાભ બચ્ચન છે. કમલ હાસન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં ઘણા સેલેબ્સનો કેમિયો જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી