કલ્કી 2898એ ઉડાવી અજય દેવગનની ઉંઘ, લીધો આવો નિર્ણય
કલ્કી 2898 ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. કલ્કી 2898 એડીમાં દર્શકોને પ્રભાસ કરતા અમિતાભ બચ્ચનની ભૂમિકા વધુ પસંદ આવી રહી છે. ઘણા વેપાર વિશ્લેષકો માને છે કે કલ્કી 2898 એડી આવતા સપ્તાહના અંતે પણ સારી કમાણી કરી શકે છે, જેને કારણે અભિનેતા અજય દેવગનની ઉંઘ હરામ થઇ ગઇ છે. અજય દેવગનની ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.
એમ જાણવા મળ્યું છે કે કલ્કી 2898 એડીના શઆનદાર પ્રદર્શનને જોઇને અભિનેતાએ તેમની આગામી ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ની રિલીઝ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, બોક્સ ઓફિસ પર કલ્કી 2898 એડીના શાનદાર સફળતાને ધ્યાનમાં રાખીને, અજય દેવગનની ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ના નિર્માતાઓ આ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી શકે છે. તે 5 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ અમિતાભ બચ્ચન અને પ્રભાસની ફિલ્મના પર્ફોર્મન્સે ઓરોં મેં કહાં દમ થાના નિર્માતાઓનું ટેન્શન વધારી દીધું છે, જેના કારણે એવી અફવા છે કે તેઓ આ ફિલ્મ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં રિલીઝ કરી શકે છે. જોકે, ઔર મેં કહાં દમ થાના નિર્માતાઓ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
તબ્બુ આ ફિલ્મમાં અજય દેવગન સાથે લીડ રોલમાં જોવા મળશે. અજય દેવગન અને તબ્બુની ફિલ્મ ઓરોં મેં કહાં દમ થાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં આ બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોઈ શકાય છે. ફિલ્મ ઓરોં મેં કહાં દમ થાનું નિર્દેશન નીરજ પાંડે કરી રહ્યા છે. જેમણે સ્પેશિયલ 26, બેબી અને નામ શબાના જેવી ફિલ્મો આપી છે.
આ પન વાચો : Kalki 2898 AD: પ્રભાસ-બચ્ચનની એક્શનપેક ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર
અમિતાભ બચ્ચન અને પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડી હાલમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. એવા સમયે અજય દેવગન તેની ફિલ્મ માટે કોઇ રિસ્ક લેવા ઇચ્છતો નથી. ટ્રેડ પંડિતોનો એવો મત છે કે કલ્કી 2898 ફિલ્મની સામે હાલમાં અન્ય કોઇ ફિલ્મ ટકી નહીં શકે. અજયની ફિલ્મ સાદી સિમ્પલ કથાનકવાળી અને કલ્કી 2898ની સરખામણીમાં ઓછા બજેટની ફિલ્મ છે.