કલ્કી 2માં દીપિકાની જગ્યાએ પ્રિયંકા ચોપરાને લેવામાં આવશે?

મુંબઈ: કલ્કી 2898 એડી સિક્વલમાંથી દીપિકા પાદુકોણ નીકળી ગઈ હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે તેની પાછળનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાની 8 કલાકની વર્ક શિફ્ટની માંગ તેનું એક કારણ છે.
બીજી બાજુ લોકો એ વાત જાણવા માટે પણ ઉત્સુક છે કે ફિલ્મમાં દીપિકાની જગ્યાએ કોણ આવશે?કેટલાક અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, નિર્માતાઓ પ્રભાસ અભિનીત ફિલ્મમાં દીપિકાની જગ્યાએ પ્રિયંકા ચોપરાને લેવાનું વિચારી રહ્યા છે.
નેટીઝન્સે ચર્ચા શરૂ કરી દીધી છે કે દીપિકા જગ્યાએ પ્રિયંકા સારી રિપ્લેસમેન્ટ છે કે નહીં. એક રેડિટ યુઝરે ટિપ્પણી કરી છે કે “કાશીબાઈ આખરે મસ્તાનીને રિપ્લેસ કરી રહી છે. તો બીજા એક નેટીઝને લખ્યું હતું કે આ ખરેખર એક અપગ્રેડ છે .. અન્ય કોઈ પણ ડાઉનગ્રેડ જેવું લાગત.
આ પણ વાંચો: સાત દિવસમાં રેકોર્ડ કમાણી કરી ‘કલ્કી 2898 AD’એ
અન્ય એક યુઝરે ટિપ્પણી કરી હતી કે તેઓ સ્ટોરીમાં બદલાવ કેવી રીતે દશાવશે? તેઓ દીપિકાની ગેરહાજરીનું કારણ તેના પાત્રનું મૃત્યુ અથવા તે ક્યાંક ખોવાઈ ગઈ અથવા ગમે તે સમજાવી શકે છે!
આ વર્ષે સપ્ટેમ્બરમાં નિર્માતાઓએ ટ્વીટ કર્યું હતું કે અમે સત્તાવાર રીતે જાહેરાત કરીએ છીએ કે દીપિકા @deepikapadukone #Kalki2898ADની આગામી સિક્વલનો ભાગ નથી. ઘણી બધી વિચારણા કર્યા પછી અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. પહેલી ફિલ્મ બનાવવાની લાંબી સફર છતાં, અમે ફરી સાથે કામ ન કરી શક્યા. અને @Kalki2898AD જેવી ફિલ્મ તે પ્રતિબદ્ધતા અને ઘણું બધું મેળવવાને પાત્ર છે. અમે દીપિકાને તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
દીપિકાના ફિલ્મ છોડ્યા પછી ફિલ્મમાં તેની જગ્યાએ કઈ અભિનેત્રી આવશે તે અંગે અનેક અહેવાલો આવ્યા હતા. કેટલાક અહેવાલો મુજબ નિર્માતાઓ અનુષ્કા શેટ્ટી અથવા સાઈ પલ્લવી પર વિચાર કરી રહ્યા છે, અને હવે, તાજેતરના અહેવાલો મુજબ પ્રિયંકા ચોપરા હોઈ શકે છે. તો, ચાલો નિર્માતાઓ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોઈએ.



