સર્જરી કરાવી નથી પણ ગોરી કઈ રીતે થઈ? કાજોલે ટ્રોલર્સને શું જવાબ આપ્યો?
મુંબઈઃ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી તનુજાની પુત્રી કાજોલે તેની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘બેખુદી’થી કરી હતી. કાજોલની અસલી ઓળખ ‘બાઝીગર’ ફિલ્મથી થઈ હતી, જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પછી કાજોલના કરિયરે એવી ઉડાન ભરી કે આજે પણ તેને બોલીવુડની ટોચની અભિનેત્રી માનવામાં આવે છે. આમ છતાં પણ તે સોશિયલ મીડિયા પર તેના લૂક્સને કારણે ટ્રોલ થાય છે.
યુઝર્સે તેને સવાલ પૂછ્યો હતો કે પહેલા તો શ્યામ હતી, તો હવે તે આટલી ફેર કેવી રીતે બની ગઈ. એકવાર અભિનેત્રીએ પોતે જ આ અંગે લોકોને યોગ્ય જવાબ આપ્યો હતો. અભિનેત્રી કાજોલના ચાહકો આ ફોટા પર તેમનો પ્રેમ વરસાવે છે. કેટલાક લોકો અભિનેત્રીને ટ્રોલ કરતા પણ જોવા મળે છે. એક ઈન્ટરવ્યૂમાં કાજોલે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: અભિનેત્રી કાજોલે અચાનક કોના પર ગુમાવ્યો પિત્તો કે માઈક લઈને ઝાટક્યા, વીડિયો વાઈરલ…
કાજોલે કહ્યું હતું કે આ બધી હવે સામાન્ય બાબત બની ગઈ છે. હવે તે ટ્રોલ કરનારાને પણ ગંભીરતાથી લેતી નથી. ત્વચા અને રંગ અંગેના પ્રશ્નો પૂછનારા લોકોને જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે તેની ત્વચા પર કોઈ સર્જરી કરાવી નથી. હવે તે માત્ર સૂર્યપ્રકાશથી દૂર રહે છે. તેથી તેની ત્વચા ટેન નથી થતી. કાજોલે વધુમાં કહ્યું હતું કે આ ત્વચાને વ્હાઈટ કરવાની સર્જરી નથી, પરંતુ માત્ર ઘરે રહેવાની સર્જરી છે…’
આ સિવાય કાજોલે એકવાર પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો અને તેના ચાહકો સાથે એક ફોટો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘તે બધા માટે જેઓ મને પૂછે છે કે હું કેવી રીતે આટલી ગોરી થઇ ગઈ #sunblocked #spfunbeatable..’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે ફિલ્મ ‘દો પત્તી’માં જોવા મળી હતી. જેમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકામાં હતી.