વાહ રે કાજોલ! હિન્દી ફિલ્મોએ ટૉપ પર પહોંચાડીને હિન્દી બોલવાની ના?: જૂઓ વીડિયો

Bollywood actress Kajol પોતાના બેબાકપણા માટે જાણીતી છે, પરંતુ તમે જ્યારે જાહેરજીવનમાં હો ત્યારે ગમે તેમ વર્તી શકતા નથી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કાજોલને મોટી કરી, ટોપ પર પહોંચાડી અને હવે તેણે એક કાર્યક્રમ બાદ રિપોર્ટર્સને હિન્દીમાં જવાબ આપવાની ના પાડી દીધી. કાજોલની માતા તનુજા મરાઠી પરિવારમાંથી આવે છે અને કાજોલ મુંબઈમાં જ જન્મેલી છે.
કાજોલને તેના બોલીવૂડ ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ કાર્યક્રમમાં ખાસ અવોર્ડ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કાજોલ માતા તનુજા સાથે આવી હતી અને કાજોલે માતા તનુજાની જૂના જમાનાની લેસવાળી સાડી પહેરીને આવી હતી. કાજોલ સાથે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અનુપમ ખેરને પણ આપવામાં આવ્યો.
મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેતા અનુપમ ખેરને તેમના બહુમુખી અભિનય માટે સ્વ. રાજ કપૂર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ 2024 અર્પણ કર્યો હતો, જ્યારે અભિનેત્રી કાજોલને ફિલ્મ ઉદ્યોગમાં તેમની નોંધપાત્ર સફર માટે સ્વ. રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ 2024 અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાજોલની માતા, પીઢ અભિનેત્રી તનુજાની હાજરીએ સૌનુ ધ્યાન ખેંચ્યું હતું.
જોકે અવૉર્ડ લીધા બાદ કાજલ સાથે જ્યારે રિપોર્ટસ વાત કરવા ગયા ત્યારે તેણે બતાવેલી તુમાખી નેટિઝન્સને નડી ગઈ અને હવે કાજોલ ટ્રોલ થઈ રહી છે. કાજોલે અવોર્ડ મળવા બદલા આનંદ વ્યકત કર્યો. આ સમયે તેણે મરાઠીમાં બાઈટ આપી. સ્વાભાવિક કાજોલને જોવાનું આખા દેશને અને તેનાં વિદેશમાં રહેતા ફેન્સને પણ ગમે. આથી કોઈ રિપોર્ટરે તેને હિન્દીમાં બોલવા કહ્યું ત્યારે કાજોલે કહી દીધું કે આતા મી હિન્દી મધે સાંગુ કાઈ, એટલે કે હવે હું હિન્દીમાં બોલું. જેને સમજવું હોય તે સમજી લે.
બસ તેની આ એક વાત નેટિઝન્સને ખટકી અને સોશિયલ મીડિયા પર બૉયકોટ કાજોલ જેવો માહોલ સર્જાય ગયો. કાજોલ હિન્દી ફિલ્મોથી આગળ આવી છે. મરાઠી ફિલ્મમાં દેખાતી નથી. છતાં હિન્દી બોલવાની ના પાડતા બધાએ તેને મરાઠી ફિલ્મ કરવાની સલાહ આપી છે. અમુકે તો તેની ફિલ્મો ન જોવાોન ફતવો બહાર પાડી દીધો.
બીજી બાજુ કાજોલને મરાઠી ફિલ્મો કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સારી સ્ક્રિપ્ટની રાહ જૂએ છે તેવો જવાબ આપી દીધો.
મુંબઈ-મહારાષ્ટ્રમાં પહેલેથી હિન્દી-મરાઠી વિવાદ વકર્યો છે અને તેવામાં કાજોલનું આ સ્ટેટમેન્ટ ભલે નોન-પોલિટિકલ હોય તો પણ ટ્રોલ થઈ રહ્યું છે.
આપણ વાંચો: સૈયારાનું અધધધ કલેક્શનઃ સન ઓફ સરદાર 2 અને ધડક 2નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું?