મનોરંજન

‘મારા પતિથી દૂર રહેજે,’ જ્યારે કંગના રનૌત પર ભડકી હતી કાજોલ…

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજકાલ સમાચારોમાં છવાયેલી છે. કંગનાએ તાજેતરમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ભાજપની ટિકિટ પર શાનદાર જીત હાંસલ કરી હતી, જોકે, ત્યાર બાદ ચંડીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે થપ્પડકાંડ થયો અને લોકોના હોંશ ઉડી ગયા.

ચંડીગઢ એરપોર્ટ પર ફરજ પર હાજર CISFની મહિલા ગાર્ડે જોરદાર થપ્પડ મારી હતી. ત્યાર બાદ ફરી એક વાર કંગના લોકોની ચર્ચામાં આવી ગઇ. લોકો એના માટે અવનવી વાતો કરવા માંડ્યા હતા અને કેટલાક લોકો તો તેને ટ્રોલ પણ કરવા માંડ્યા હતા.

આ પણ વાંચો: કાજોલની કો સ્ટારે કરી આત્મહત્યા, ઘરમાંથી મળી સડેલી લાશ

અજય દેવગન અને કાજોલ બંને બોલિવૂડના પાવર કપલ ગણાય છે. જોકે, દરેક સંબંધમાં લીલુ-સૂકુ તો આવતું જ હોય એમ એક સમયે અજય-કાજોલ વચ્ચે પણ તકરારના સમાચાર આવ્યા માંડ્યા હતા અને તેનું કારણ…. કંગના રનૌત હતી. કાજોલને એમ જાણવા મળ્યું હતું કે અજય કંગના રનૌત સાથે એકસ્ટ્રા મેરિટલ અફેરમાં છે. બસ પછી તો પૂછવું જ શું!

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કંગના રનૌત અને અજય દેવગન વચ્ચે નિકટતા ઘણી વધવા લાગી હતી જેના કારણે કાજોલ પરેશાન થવા લાગી હતી. કહેવાય છે કે ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ના શૂટિંગ દરમિયાન કંગના રનૌત અને અજય દેવગન નજીક આવી ગયા હતા અને કાજોલને આ વાતની જાણ થઇ ગઇ હતી. વિફરેલી કાજોલે કંગનાને ધમકાવી નાખી હતી.

આ પણ વાંચો: કાજોલે કર્યો એવો ફોટો પોસ્ટ કે ફેન્સ પોતાનું હસવાનું નહીં રોકી શક્યા…

અજય દેવગને ફિલ્મ મેકર્સને કંગનાને ‘રાસ્કલ્સ’ અને ‘તેજ’ જેવી ફિલ્મોમાં લેવા જણાવ્યું હતું. જોકે, ફિલ્મ મેકર્સની આવી બિલ્કુલ ઇચ્છા નહોતી. જ્યારે કાજોલને જાણ થઇ કે તેના પતિ અને કંગના વચ્ચે નિકટતા વધી રહી છે, ત્યારે તે ઘણી ગુસ્સે થઇ હતી અને તેણે અજયને ધમકી આપી હતી કે તે બાળકો સાથે તેનું ઘર છોડીને જતી રહેશે. આટલું ઓછું હોય તેમ કાજોલે કંગના પર પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેણે કંગનાને પણ ધમકી આપી હતી. તેણે કંગનાને જણાવ્યું હતું કે એના પતિથી દૂર રહે નહીં તો પરિણામ સારું નહીં આવે.

જોકે, કાજોલની ધમકી બાદ અજય દંવગને કંગનાનો સાથ છોડી દીધો હતો અને ત્યાર પછી બંનેને લિંક અપ્સના સમાચાર આવતા બંધ થઇ ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…