મનોરંજન

‘બુધવાર’ના વરસાદે પચાસની કાજોલને કોની યાદ આવી, પોસ્ટ લખી મચાવી ધૂમ…

મુંબઈ બોલિવૂડની બિંદાસ્ત અભિનેત્રી કાજોલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુંબઈમાં પડેલા તાજેતરના વરસાદ અંગે જોરદાર રમૂજી ટિપ્પણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. પચાસ વર્ષની કાજોલે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરણ જોહર દ્વારા નિર્દેશિત તેની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની એક ટૂંકી વીડિયો ક્લિપ શેર કરી હતી.

વીડિયો શેર કરતી વખતે કાજોલે એક ફની કેપ્શન લખ્યું હતું કે મી રનિંગ ટુ ગેટ સમ ભજિયાંસ એન્ડ ચાય ટૂ એન્જોય #મુંબઈ-રેન્સ, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં કાજોલ લાલ સાડી પહેરીને વરસાદમાં દોડતી જોવા મળે છે. મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, અભિનેત્રીએ તેના ઘરેથી ભારે વરસાદની ઝલક પણ શેર કરી હતી. વિડિયોમાં કાજોલે વીજળીની સાથે ધોધની જેમ ઊંધા પડતા વરસાદને કેદ કર્યો હતો, જ્યારે બેક ગ્રાઉન્ડમાં રોમાન્ટિક મ્યુઝિક સાથે વર્ડિંગ પણ વરસાદની મોજના કંઈક હતા.

તમને જણાવી દઈએ કે કાજોલે ૧૯૯૨માં ‘બેખુદી’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ડિરેક્ટર જોડી અબ્બાસ મસ્તાન દ્વારા નિર્દેશિત હિટ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘બાઝીગર’માં કામ કર્યું. તેમાં શિલ્પા શેટ્ટી અને શાહરૂખ ખાન પણ મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો : એરપોર્ટ પર કેઝ્યુલ લૂકમાં જોવા મળી કાજોલ, ચાહકો દંગ રહી ગયા…

કાજોલે ‘કરણ અર્જુન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ગુપ્ત’, ‘ઈશ્ક’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘પ્યાર તો હોના હી થા’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ આપકે દિલ મેં રહેતે હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ફના’, ‘માય નેમ ઈઝ ખાન’માં કામ કર્યું છે. કાજોલે ‘દિલવાલે’, ‘તાનાજી’, ‘ત્રિભંગા’ અને ‘સલામ વેંકી’માં પણ કામ કર્યું હતું, જ્યારે છેલ્લે કાજોલે એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ ૨’માં જોવા મળી હતી.

હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે બુધવારે મુંબઈમાં પાંચ કલાકમાં 200 મિલિમીટરથી વધુ વરસાદ ખાબક્યા પછી મધ્ય રેલવેની લોકલ ટ્રેન ખોડંગાઈ હતી, જ્યારે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર સાથે હવાઈ સેવા પર પણ અસર પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button