મનોરંજન

કાજોલે દીકરી અને દીકરાને લઈને કહી એવી વાત કે…

બોલીવૂડની બ્યુટીફૂલ મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ કાજોલ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મા’માં જોવા મળશે. આ ફિલ્મ 27મી જુનના રિલીઝ થઈ રહી છે અને તે એક હોરર ફિલ્મ છે. આ ફિલ્મના પ્રમોશન માટે કાજોલ અનેક મીડિયા હાઉસમાં પણ જઈ રહી છે અને આવા જ એક ઈન્ટરવ્યુમાં તેણે દીકરી નિસા અને યુગની થતી ટ્રોલિંગ વિસે વાત કરી હતી.

કાજોલ એક સારી એક્ટ્રેસ તો છે જ પણ તે એનાથી પણ સારી માતા છે. આવી સ્થિતિમાં કાજોલને નિસા અને યુગનું સોશિયલ મીડિયા પર થતું ટ્રોલિંગ બિલકુલ પસંદ નથી. જોકે, કાજોલે એ વાત પણ સ્વીકારી હતી કે તેઓ પબ્લિક ફિગર છે એટલે ટ્રોલિંગ એક નોર્મલ થિંગ છે. પોતાના બંને બાળકોને પણ કાજોલ ટ્રોલિંગને કઈ રીતે હેન્ડલ કરવું એ પણ શિખવાડી રહી છે.

કાજોલે આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઘણા લોકો ઘણી વાતો કરે છે. અમે ભલે કહીએ કે અમને કોઈ ફરક નથી પડતો, પણ લોકો ઘણી વખત એવું કહી દે છે કે જેનાથી એક્ચ્યુઅલી ફરક પડે છે. કાજોલે આ ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે હું મારા બાળકો સાથે ટ્રોલ્સ વિશે વાત કરું છું. તેમને સમજાવું છું કે પાંચ લોકો બકવાસ કરતાં હશે તો 500 લોકો એવા પણ હશે કે જેઓ તમારા માટે સારું પણ બોલતા હશે. તમને લોકો તરફથી એટલો પ્રેમ મળી રહ્યો છે એ તમારા માટે ખરેખર એક બ્લેસિંગ છે.

આગળ તેણે એવું પણ કહ્યું હતું કે ઘણી વખત ટ્રોલિંગ વચ્ચે પ્રેમ દેખાવવું મુશ્કેલ હોય છે. જો તમે ઓનલાઈન લોકોને જોશો તો 99 ટકા લોકો તમને બ્લેસ યુ રહે છે. નિસા માટે કહે છે કે તેની સ્માઈલ મારા પર ગઈ છે. જો પાંચ ટકા લોકો કંઈ ખરાબ કહી રહ્યા છે તો તેના પર ધ્યાન શું કામ આપવું જોઈએ. પબ્લિક ફિગર હોવાનો આ મેજર ડ્રો બેક છે કે અમારા બાળકોને પણ ટ્રોલ્સનો સામનો કરવો પડે છે.

કાજોલના બાળકોએ તેની પાસેથી શું શીખવું જોઈએ એવું પૂછવામાં આવતા કાજોલે કહ્યું કે જો નિસા અને યુગે મારી પાસેથી કંઈ શિખવું જોઈએ તો તે મારી અંદરનો ફોર્સ અને વિલ છે. તેઓ જાણે છે તે તેમની મા તેમની પાછળ ઊભી છે અને ઘણી વખત તો તેમની સામે પણ ઊભી છે, પછી એમની સાથે કંઈ પણ કેમ ના થાય. હું ખાલી એટલું જાણું છું કે મારા બાળકોને કોઈ હાથ લગાવી શકે એમ નથી.

આ પણ વાંચો -‏‏‎ પ્રિયંકા ચોપરા દીકરી સાથે ડિઝનીમાં, સારા અલી બરફીલા પહાડોમાં: વેકેશનની મોજમાં

અત્રે ઉલ્લેખનીય છે કે કાજોલની ફિલ્મ મા 27મી જૂનના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફેન્સમાં આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button