મનોરંજન

ફિલ્મ માની રીલિઝ પહેલાં કાજોલ પહોંચી કોલકતાના જાણીતા મંદિરે…

બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ હાલમાં તે તેની આગામી ફિલ્મ મા ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મની રીલિઝ પહેલાં કાજોલ દક્ષિણેશ્વર કાલી મંદિરે દર્શન કરવા પહોંચી હતી, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચુલબુલી એક્ટ્રેસ કાજોલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ માને લઈને લાઈમલાઈટમાં છે. આ બધી ચર્ચા વચ્ચે કાજોલ કોલકતાના દક્ષિણેશ્વર કાલી મંદિરે દર્શન કરવા પહોંચી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પોતાની ફિલ્મની સફળતા માટે તેણે અહીં પ્રાર્થના કરી હતી. આ સમયે એક્ટ્રેસ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી.

કાજોલ મંદિરમાંથી પૂજા કરીને બહાર આવી ત્યારે તેના માથા પર તિલક જોવા મળ્યું હતું. આ સમયે તેણે સ્કિન કલરની પાતળી બોર્ડરવાળી સાડી પહેરી હતી અને કાજોલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાજોલે પોતાનો લૂક ખૂબ જ સટલ રાખ્યો હતો. વાળમાં બન સાથે તેણે સાડીનો પાલવ ખભા પર લાગ્યો હતો.

વાત કરીએ ફિલ્મ માની તો આ ફિલ્મ અજય દેવગણના નિર્માતા છે. કાજોલની આ ફિલ્મ 27મી જૂન, 2025ના રીલિઝ થઈ રહી છે. આ પહેલાં કાજોલ કૃતિ સેનન સાથે ફિલ્મ દો પત્તીમાં જોવા મળી હતી, જેમાં તેણે પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી અને દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી.

આ પણ વાંચો…પરેશ રાવલને ‘બાબુરાવ’થી નફરત કેમ થઈ? ‘હેરા ફેરી 3’ છોડવા પાછળનું ચોંકાવનારું કારણ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button