અભિનેત્રી કાજોલે ઈમોશનલ પોસ્ટ લખીને બાળકોને આપી શુભેચ્છા

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કાજોલે આજે બાળ દિવસ નિમિત્તે પોતાના બાળકોની તસવીરો શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસ દરમિયાન કાજોલે તેના પુત્ર યુગ અને પુત્રી ન્યાસા સાથે સુંદર તસવીરો શેર કરી અને એક ઈમોશનલ નોટ પણ લખી હતી.
કાજોલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર યુગ અને ન્યાસા સાથેની બે તસવીરો શેર કરી અને લખ્યું, ‘મને બાળકો ખૂબ પસંદ છે કારણ કે તેમણે હજુ સુધી તેમની ઈમાનદારી અને જીવન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યા નથી.


તેણે એક વીડિયો પણ શેર કર્યો, જેમાં તે દો પત્તીના શૂટિંગ દરમિયાન છોકરીઓને ઓટોગ્રાફ આપતી અને વાતો કરતી જોવા મળે છે. કાજોલ અને અજય દેવગનના લગ્ન ૧૯૯૯માં થયા હતા. તેમને બે બાળકો છે: પુત્રી ન્યાસા અને પુત્ર યુગ.
કાજોલ ગયા મહિને ક્રિતી સેનન સાથે ફિલ્મ દો પત્તીમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ચતુર્વેદીએ કર્યું હતું અને તેની વાર્તા કનિકા ધિલ્લોને લખી હતી. ક્રિતી સેનને પહેલીવાર સ્ક્રીન પર ડબલ રોલ કર્યો છે. ફિલ્મમાં ક્રિતીએ જોડિયા બહેનો સૌમ્યા અને શૈલીની ભૂમિકા ભજવી હતી, જેમની આસપાસ ફિલ્મની સમગ્ર વાર્તા ફરે છે.
આ પણ વાંચો :Ajay Devganના દીકરાએ જાહેરમાં જ પિતા સાથે કરી એવી હરકત કે…
કાજોલ તેની આગામી ફિલ્મ ‘મહારાગ્નિ-ક્વીન ઓફ ક્વીન્સ’માં જોવા મળશે. આ ફિલ્મમાં કાજોલની સાથે પ્રભુદેવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ અજય દેવગને તેના ઈન્સ્ટાગ્રામ પર તેનું ટીઝર પોસ્ટ કર્યું હતું. આ ફિલ્મમાં કાજોલનું પાત્ર ખૂબ જ દમદાર છે. કાજોલ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.