આ જાણીતી એક્ટ્રેસને પોતાની જ ફિલ્મો જોવાની ગમતી નથી, કહ્યું હું ખૂબ જ ખરાબ… | મુંબઈ સમાચાર

આ જાણીતી એક્ટ્રેસને પોતાની જ ફિલ્મો જોવાની ગમતી નથી, કહ્યું હું ખૂબ જ ખરાબ…

બોલીવૂડ એક્ટ્રેસ કાજોલે પોતાના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને દર્શકોને તેની ફિલ્મો ગમે પણ છે. પરંતુ કાજોલે હાલમાં પોતાની જ ફિલ્મોને લઈને જે ખુલાસો કર્યો છે એ ખરેખર ચોંકાવનારો છે. કાજોલે કહ્યું હતું કે તે પોતાની જ ફિલ્મો નથી જોતી. એટલું જ નહીં કાજોલને પૂછવામાં આવ્યું કે પોતાની કઈ ફિલ્મને થિયેટરમાં રી-રિલીઝ થતી જોવા માંગે છે તો તેણે જે ફિલ્મોના નામ લીધા એ ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે-

હાલમાં કાજોલ તેની ફિલ્મ માને કારણે ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યુમાં કાજોલે જણાવ્યું હતું કે ના હું મારી ફિલ્મો જોતી જ નથી. હું ખૂબ જ ખરાબ છું. હું ફિલ્મો નથી જોતી. હું રીડર છું એટલે આમેય ફિલ્મો ખૂબ જ ઓછી જોઉં છું.

આ પણ વાંચો: કાજોલે દીકરી અને દીકરાને લઈને કહી એવી વાત કે…

ત્યાર બાદ કાજોલને પૂછવામાં આવ્યું કે તે કઈ ફિલ્મોને થિયેટરમાં રી-રિલીઝ થતી જોવા માંગે છે તો આ સવાલના જવાબમાં કાજોલે જણાવ્યું હતું કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેને હું ફરી થિયેટરમાં રીલિઝ થતી જોવા માંગુ છું. આ સિવાય કુછ કુછ હોતા હૈ, પ્યાર તો હોના હી થા ફિલ્મ પણ હું થિયેટરમાં ફરી રીલિઝ થતી જોવા માંગીશ.

વાત કરીએ કાજોલના વર્ક ફ્રન્ટની તો તે છેલ્લે ફિલ્મ મામાં જોવા મળી હતી. આ ફિલ્મ એક હોરર ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો. જ્યારે આ સિવાય તે ફિલ્મ સરઝમીંમાં જોવા મળશે. આ ફિલ્મમાં કાજોલ સાથે પૃથ્વીરાજ સુકુમારણ અને સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પણ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: સર્જરી કરાવી નથી પણ ગોરી કઈ રીતે થઈ? કાજોલે ટ્રોલર્સને શું જવાબ આપ્યો?

ફિલ્મો સિવાય કાજોલ ટૂંક સમયમાં જ એક ટોક શો પણ લઈને આવી રહી છે, જે જ્હાન્વી કપૂર સાથે જોવા મળશે. આ શોનું નામ ટુ મચ વિથ કાજોલ અને ટ્વીન્કસ. આ બંને એક્ટ્રેસ શોની હોસ્ટ છે અને આ શોમાં બોલીવૂડ સેલેબ્સને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button