જેનાં મોતના દાવા થઈ રહ્યા હતા તે એક્ટ્રેસે મુંબઈમાં પાપારાઝીને આપ્યા બિન્દાસ્ત પોઝઃ જૂઓ વીડિયો

મુંબઈ: સાઉથ અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ તાજેતરમાં તેમના મોતની ખોટી અફવાઓને લીધે ચર્ચામાં આવી હતી. આ અફવાઓએ ચાહકોમાં ચિંતા ફેલાવી હતી, જોકે આ ઘટના બાદ કાજલે સોશિયલ મીડિયા પોસ્ટથી વહેતી અફવાઓ પર પૂર્ણ વિરામ મુક્યું હતુ. તાજેતરમાં તે મુંબઈમાં પપારાઝીને અલગ અલગ પોઝ દેતી જોવા મળી હતી. જે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. આ ઘટનાએ તેમના ચાહકોને રાહત આપી છે.
મુંબઈમાં કાજલ અગ્રવાલ તાજેતરમાં પપારાઝીની સામે આવી, જ્યાં તેમણે કાળું ટોપ અને બ્લુ જીન્સ પહેરેલું હતું. તે સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશખુશાલ દેખાતી હતી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેની મોતની અફવાઓને લઈ ચર્ચાઓ બાદ તે પહેલી વખત પપારાઝીને સ્પોટ થઈ હતી. કાજલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, “કેટલીક ખોટી ખબરો ફેલાઈ રહી છે કે મારો અકસ્માત થયો અને હું હવે આ દુનિયામાં નથી. આ બધું ખોટું છે. હું સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છું. કૃપા કરીને આવી અફવાઓ ન ફેલાવો.”
મીડિયા સાથેની વાતચીતમાં કાજલે જણાવ્યું કે આ અફવાઓથી તેને હાસ્યસ્પદ લાગે છે, પણ એ જ ટાઈમે આવા સમાચાર દુઃખી પણ કરે છે. તેણે કહ્યું કે આવી ખોટી ખબરોથી તેનો પરિવાર અને સ્ટાફ પરેશાન થયા, કારણ કે તેને આ સમાચાર બાદ સતત ફોન આવતા રહ્યા. કાજલે આ અફવાઓને નિરાધાર ગણાવી અને લોકોને આવી ખોટી માહિતી ન ફેલાવવા અપીલ કરી. કાજલ અગ્રવાલ તાજેતરમાં ફિલ્મ ‘કન્નપ્પા’માં જોવામાં મળી હતી. આગામી સમયમાં તે હવે ‘ધ ઈન્ડિયા સ્ટોરી’, ‘ઈન્ડિયન 3’ અને ‘રામાયણમ્’ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે.