હેં, Amitabh Bachchanની આ ફિલ્મમાં એક્ટરના પરિવારના લોકો જ બન્યા હતા જાનૈયાઓ?

કાશ્મીર માત્ર પર્યટકો માટે જ નહીં પણ ફિલ્મ મેકર્સની પહેલી પસંદ છે. અહીંની બ્યુટીફૂલ વેલી, કુદરતી સૌંદર્ય અહીં આવનાર દરેક વ્યક્તિનું દિલ જિતી લે છે. આજે ભલે કાશ્મીરની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, સુંદર વાદીઓમાં બારૂદ અને આંતકવાદીઓ ષડયંત્રની ગંધ આવતી હોય પણ એક સમય હતો જ્યારે અહીં મોટા ભાગની ફિલ્મોનું શૂટિંગ થતું હતું. પરંતુ કોઈ એવી ફિલ્મ વિશે કે કલાકાર વિશે સાંભળ્યું છે કે જેઓ ફિલ્મના શૂટિંગ પર પોતાના પરિવારને લઈને પહોંચી જાય અને મેકર્સ પણ તેમનો ફિલ્મના સીનમાં ઉપયોગ કરે છે? આવું હકીકતમાં બન્યું છે, ચાલો જાણીએ આ ફિલ્મ વિશે
હિંદી ફિલ્મના જાણીતા ફિલ્મ મેકર યશ ચોપ્રાને કાશ્મીર ખૂબ જ વ્હાલુ હતું અને તેમણે અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં જ કર્યું હતું. આમાંથી જ એક ફિલ્મ હતી કભી કભી, જેમાં અમિતાભ બચ્ચન, રાખી, નીતુ સિંહ, રિશી કપૂર, શશી કપૂર અને વહીદા રહેમાન જેવા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મની શૂટિંગ કાશ્મીરમાં થઈ હતી અને ફિલ્મના સ્ટાર્સ પોતાના પરિવારને લઈને કાશ્મીર પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: ચાર કલાકમાં લાખો લોકોએ જોયું આ ગીત, એક્ટ્રેસની મૂવ્ઝ અને અદાઓ બનાવી રહી છે દિવાના…
ફિલ્મ કભી કભી બોક્સ ઓફિસ પર ભલે સેમી હિટ રહી હોય પણ આ ફિલ્મનો એક કિસ્સો ખૂબ જ જાણીતો છે. જ્યારે ફિલ્મના કલાકારો પોતાની ફેમિલી સાથે કાશ્મીર પહોંચ્યા તો યશ ચોપ્રાએ પોતાની વાણીયા બુદ્ધિનો ઉપયોગ કરીને આ પરિવારના સભ્યોનો ફિલ્મોમા ખૂબ જ સુંદર રીતે સમાવેશ કરી લીધો. આ ફિલ્મના એક સીનમાં પરિવારના સભ્યોને જાનૈયા અને માનૈયા બનાવી દીધા હતા. જી હા, કભી કભી ફિલ્મના લગ્નના સીનમાં જોવા મળેલા કલાકારો આ ફિલ્મના સ્ટાર્સના ફેમિલી મેમ્બર જ હતા.

આ ફિલ્મ 1976માં રિલીઝ થઈ હતી અને તે એક રોમેન્ટિક ફિલ્મ હતી, જેની સ્ટોરી અમિત અને પૂજા (રાખી)ની આસપાસ ફરતી હતી. ફિલ્મમાં રાખી અમિતાભ બચ્ચનને પ્રેમ કરે છે, પણ તેઓ પોતાના માતા-પિતાની વિરુદ્ધ નથી જવા માંગતી, જેને કારણે તેના લગ્ન શશી કપૂર સાથે થાય છે, પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે વર્ષો બાદ બંને પાછા મળે છે. ત્યાર બાદ ફિલ્મની સ્ટોરી આગળ વધે છે.
આ પણ વાંચો: સરદાર જી 3એ વિવાદો વચ્ચે પણ પાકિસ્તાનમાં મચાવી ધૂમ, જાણો કેટલી કમાણી કરી
અમિતાભ બચ્ચન અને રાખી સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સેમિ હિટ રહી હતી, પરંતુ ફિલ્મના ગીત સુપરહિટ રહ્યા હતા. ફિલ્મના કેટલાક ગીત તો આજે પણ લોકોના હોઠે રમે છે. કભી કભીનું ટાઈટલ ટ્રેક તો આજે પણ દર્શકોને ખૂબ જ પસંદ છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મને ચાર ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યા હતા.