સેલિબ્રિટી કપલની દીકરીનું આમિર ખાને કર્યું નામકરણઃ જાણો શું નામ આપ્યું…

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયાના 17 દિવસ બાદ પણ આ ફિલ્મને વિશ્વભરમાંથી સારો સપોર્ટ મળી રહ્યો છે. આ ફિલ્મે લગભગ 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ દરમિયાન આમિર ખાન ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાની દીકરીના નામકરણ સમારોહમાં પહોંચ્યા હતા. આમિરે જ્વાલાની દીકરીનું નામ ‘મીરા’ રાખ્યું, જેની ચર્ચા ચાહકોમાં થઈ રહી છે.
ભારતની પૂર્વ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા દીકરીને જન્મ આપ્યો છે. તેના વેડિંગ એનિવર્સરીના દિવસે દીકરીનો જન્મ થયો હતો. જ્વાલાએ ઇન્સ્ટાગ્રામ પર નામકરણ સમારોહની તસવીરો શેર કરી છે. આ પોસ્ટમાં ગુટ્ટા અને આમિર ખાન સાથે જોવા મળ્યા અને જ્વાલા ગુટ્ટા ભાવુક દેખાઈ હતી. આ પોસ્ટના કેપ્સનમાં તેણે લખ્યું કે “અમારી ‘મીરા’. આમિર, તમારા વિના આ સફર અઘરો હોત. આ સુંદર નામ માટે આભાર.” આ તસવીરો ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
જ્વાલા ગુટ્ટાએ 22 એપ્રિલ, 2021ના રોજ તમિલ અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે લગ્ન કર્યા હતા. આમિર ખાન અને વિષ્ણુ વિશાલ લાંબા સમયથી મિત્રો છે. એક ઇવેન્ટ દરમિયાન વિષ્ણુએ જ્વાલાને આમિર સાથે મળાવ્યા હતી, જે પછી તેની દોસ્તી થઈ. એક સમય પર ચેન્નઈમાં આવેલા પૂરમાં ત્રણેય ફસાઈ ગયા હતા, જ્યાં તંત્ર દ્વારા તેનું રેક્યુ કરવામાં આવ્યુ હતું. આ ઘટના બાદ તેમની મિત્ર વધુ ગાઢ બની છે.
નામકરણ વિધિમાં આમિરે જ્વાલા અને વિષ્ણુના પરિવાર સાથે પણ ફોટા પડવ્યા હતા. તેમણે નાનકડી મીરા પર પ્રેમ વરસાવ્યો અને વિષ્ણુને ગળે લગાવીને મિત્રતાનું ઉદાહરણ આપ્યું. ચાહકો આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્વાલાએ આગળ પણ આમિરને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે ખાસ પોસ્ટ શેર કરી હતી.
આપણ વાંચો : આમિર ખાનની ફિલ્મના પ્રિમિયરમાં દીકરા જુનૈદને ધક્કે ચડાવાયોઃ જુઓ વાયરલ વીડિયો…