મનોરંજન

જંગ કે મૈદાન મે જંગ હોની ચાહીયેઃ ટીઝરમાં ત્રાટકી કંગના

પોતાના દમદાર અભિનય અને બેરોકટોક મિજાજ માટે જાણીતી કંગના રાણૌટ ફરી રૂપેરી પદડે ત્રાટકવા તૈયાર થઈ છે. તેની તેજસ ફિલ્મનું ટીઝર લૉંચ થયું છે અને આ ટીઝરમાં પણ તેણે જબરજસ્ત ઠસ્સો બતાવ્યો છે.

ટીઝરની શરૂઆતમાં કંગના રનૌત એરફોર્સના પાયલટના ડ્રેસમાં નજર આવે છે. જે બાદ બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાય છે તે કહે છે. જરૂરી નથી દર વખતે વાતચીત થવી જોઈએ. યુદ્ધના મેદાનમાં હવે યુદ્ધ થવુ જોઈએ, મારા વતન પર ખૂબ જ જુલમ થઈ ગયા હવે આકાશમાંથી વરસાદ નહીં આગ વરસવી જોઈએ. ભારતને છેડશો તો છોડીશું નહીં. ટીઝરમાં કંગનાનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે.

તેજસમાં કંગના અને વરુણ મિત્રા રોમાન્સ કરતા પણ નજર આવશે. સર્વેશ મેવાડા દ્વારા લેખિત અને નિર્દેશિત, તેજસમાં કંગના રનૌત લીડ રોલમાં છે. ફિલ્મના ટીઝરને જોયા બાદ ટ્રેલર માટે ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. તેજસનું ટ્રેલર 8 ઓક્ટોબર 2023એ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ થિયેટર્સમાં 27 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

કંગના રનૌત સ્ટારર તેજસની કહાની એક વાયુ સેના પાયલટ તેજસ ગિલના જીવનની આસપાસ ફરે છે. ફિલ્મમાં દર્શાવાયુ છે કે કેવી રીતે આપણા વાયુ સેનાના પાયલટ માર્ગમાં ઘણા પડકારોનો સામનો કરીને આપણા દેશની રક્ષા માટે પ્રયત્ન કરે છે. કંગનાની ફિલ્મ બૉક્સ ઓફિસ પર કેટલું તેજ બતાવશે તે ફિલ્મ રીલિઝ થયા બાદ કહી શકાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?