ઇન્ટરનેશનલ સેલિબ્રિટીએ એવું શું પૂછ્યું કે મોઢું છુપાવવા માંડી ઇશા અંબાણી!
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન સંપન્ન થઇ ગયા છે. દેશવિદેશના મહાનુભાવો આ દંપતીને શુભ આશિર્વાદ આપવા અને લગ્નની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. આમંત્રિત મહેનમાનોમાં વિદેશી ઇન્ફ્લુએન્સર્સ પણ હતા, જેઓએ આ સમગ્ર ફંક્શનને વીડિયોમાં કેપ્ચર કર્યું છએ અને હવે તેને સોશિયલ મીડિયા પર મૂકશે.
આ સમારોહમાં ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જુલિયા શેફ પણ જોવા મળી હતી. જુલિયાએ પણ આ સમગ્ર ઉજવણીનો વીડિયો બનાવ્યો છે. એણે અનેક સેલિબ્રિટીઓ સાથે વાતચીત પણ કરી હતી અને તેમના વીડિયો ઉતાર્યા હતા.
જુલિયાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે ઈશા અંબાણીની જ્વેલરી નેટીઝન્સ સાથે શેર કરી છે. આ વીડિયોમાં તે લોકોને પૂછી રહી છે કે તમે અંદાજ લગાવી શકો છો કે ઈશા અંબાણીએ કેટલી જ્વેલરી પહેરી છે.
વીડિયોમાં જુલિયાએ ઈશા અંબાણી તરફ કેમેરો ફેરવતા જ ઇશાએ તેની હથેળી વડે મોઢું ઢાંકી દીધું હતું. એણેહાથએથી પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. આ વીડિયોમાં ઇશા સિમ્પલ અને એલિગન્ટ તથા ઘણી ક્યુટ લાગી રહી હતી. લોકો તેની ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું હતું કે, શું આ લોકો ખરેખર એટલા સારા છે? જેના જવાબમાં જુલિયાએ લખ્યું હતું કે હા, આ લોકો ખરેખર ઘણા સારા છે. જ્યારે હું અહીં પહોંચી ત્યારે નીતા અંબાણીએ મારી સાથે પાંચ મિનિટ સુધી વાત કરી. તેમણે મારો બધો બકવાસ સાંભળ્યો. એમણે મારી અવગણના નહીં કરી. ઘરના લગ્નના માહોલમાં હોવા છતાં પણ તેમણે મને મહત્વ આપ્યું. એ લોકો ઘણા સારા છે.
હાલમાં તો લોકો સોશિયલ મીડિયા પરના આ વીડિયો પર ઓવારી ગયા છે અને ઇશાના ભરીભરીને વખાણ કરી રહ્યા છે.
વેલ, હવે તમને એક સવાલ પૂછીએ. શું તમે આ વીડિયોમાં જોવા મળી રહેલી ઈશા અંબાણીના જ્વેલરીની કિંમતનો અંદાજ લગાવી શકો છો?
Also Read –