…તો ‘ડર’ ફિલ્મમાં જુહી ચાવલા જોવા ન મળી હોતઃ માધુરી દીક્ષિતે શા માટે કહ્યું આમ?
મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ આજે આપણે એ ફિલ્મ વિશે વાત કરીશું. જેના કારણે તેણે ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી એ ફિલ્મ હતી ‘ડર’. આ ફિલ્મમાં શાહરૂખ ખાન વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દર્શકોએ એને એટલો પસંદ કર્યો કે તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે જુહી ચાવલા જોવા મળી હતી, પરંતુ વાસ્તવમાં તમને જાણીને નવાઈ લાગશે કે જુહી ચાવલા પહેલા આ ફિલ્મ માધુરી દીક્ષિતને ઓફર કરી હતી.
માધુરી દીક્ષિત બોલિવૂડની એક એવી અભિનેત્રી છે જેણે પોતાના અભિનય અને શાનદાર ડાન્સથી દર્શકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી ૫૭ વર્ષની ઉંમરે પણ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને પોતાની સ્ટાઈલથી બધાને ચોંકાવી દે છે.
આ પણ વાંચો: વાહ યશરાજ ફિલ્મ્સની દરિયાદિલીઃ પોતાનો રેકોર્ડ તોડનારને જ આપી શાબાશી
માધુરી દીક્ષિતે શાહરૂખ ખાન સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેની જોડી પહેલીવાર ફિલ્મ ‘અંજામ’માં જોવા મળી હતી. ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મની સફળતા બાદ બંને ફરી એકવાર ‘ડર’માં સાથે કામ કરવા જઈ રહ્યા હતા. જુહી ચાવલા પહેલા આ ફિલ્મ માધુરી દીક્ષિતને ઓફર કરવામાં આવી હતી. આ વાતનો ખુલાસો ખુદ માધુરીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.
અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે નકારી કાઢી હતી. માધુરીએ કહ્યું કે ‘ મેં આ પહેલા શાહરૂખ ખાન સાથે ‘અંજામ’ કરી હતી. તેની વાર્તા પણ ‘ડર’ જેવી જ હતી. તેથી મને એવું લાગ્યું કે જાણે એ બધા પાત્રો ઉપાડીને આ ફિલ્મમાં મુક્યા હોય.’ અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે ‘મને ફિલ્મ ‘ડર’ની વાર્તામાં કંઈ નવું ન લાગ્યું. તેથી મેં આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી.’
આ પણ વાંચો: …તો Shahrukh Khan નહીં આ હોલીવૂડ એક્ટર હોત DDLJ નો રાજ!
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ડર’ વર્ષ ૧૯૯૩માં રીલિઝ થઈ હતી. જેમાં શાહરૂખ ખાન, સની દેઓલ અને જુહી ચાવલા જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી નોટો છાપી હતી. આ ફિલ્મે બોલિવૂડમાં શાહરૂખ ખાનની કારકિર્દી સ્થાપિત કરી. પાછળથી અભિનેતાને રોમાંસનો કિંગ પણ કહેવાય છે અને આજે શાહરુખ તેની એક્શન માટે પણ જાણીતો છે.