મનોરંજન

જુનિયર NTR ભારતને ગૌરવ અપાવ્યું

ધ એકેડમીની આ યાદીમાં RRR ફેમ સ્ટારનું નામ સામેલ

તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરએ એસએસ રાજામૌલી નિર્દેશિત RRRમાં અભિનય કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. ફિલ્મના નાટુ નાટુ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઑસ્કર એવોર્ડ મળ્યો હતો. જુનિયર એનટીઆર એક પછી એક સિદ્ધિઓથી લોકોના દિલ જીતી રહ્યા છે. હવે સાઉથ સ્ટારના ફેન્સ માટે એક એવા સારા સમાચાર છે કે લોકો ફરી એકવાર પોતાના ફેવરિટ હીરો પર ગર્વ અનુભવી રહ્યા છે.

હાલમાં જ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે તમામ પ્રતિભાશાળી લોકોની યાદી જાહેર કરી છે જેમાં ભારતના તેલુગુ સ્ટાર જુનિયર એનટીઆરનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

એકેડેમીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વર્ષે પ્રતિભાશાળી સભ્યો તરીકે સામેલ કરાયેલા પાંચ કલાકારોના નામ શેર કર્યા છે, જેમાં જુનિયર એનટીઆર ઉપરાંત, હ્યુગ કવાન, માર્શા સ્ટેફની બ્લેક, કેરી કોન્ડોન અને રોઝા સાલાઝારનો સમાવેશ થાય છે. એકેડેમીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ સમર્પિત અને પ્રતિભાશાળી કલાકારો વિશ્વભરના પ્રેક્ષકોને તેમના અભિનયથી મંત્રમુગ્ધ કરી દે છે.


દરમિયાન, વર્ક ફ્રન્ટ પર જુનિયર એનટીઆર આગામી એક્શનથી ભરપૂર એન્ટરટેઈનર ‘દેવરા’માં જોવા મળશે. કોરાતાલા સિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને અનિલ કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે 5 એપ્રિલે તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

જુનિયર એનટીઆર ફિલ્મ ‘વોર 2’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે પણ તૈયાર છે, જેમાં તે રિતિક રોશનની સામે જોવા મળશે. આ ફિલ્મ 2019ની બ્લોકબસ્ટર ‘વોર’ની સિક્વલ છે અને કથિત રીતે ‘બ્રહ્માસ્ત્ર’ ફેમ અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. નિર્માતાઓ આ ફિલ્મને 25 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત