Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારે લગ્નમાં સો કરોડનો ખર્ચ કર્યો પણ…

વર્ષ 2025ની એવેટેડ ફિલ્મોમાંની એક વૉર-2 છે. આનું એક કારણ આ ફિલ્મમા રીતિક રોશન સાઉથના જે સુપરસ્ટાર સાથે ફાઈટિંગ કરતો જોવા મળવાનો છે તેનો આજે જન્મદિવસ છે. સાઉથના બહુ જાણીતા રાજકારણી અને ફિલ્મી પરિવારમાંથી આવતા જૂનિયર એનટીઆર (Jr NTR)નો આજે જન્મિદવસ છે. માત્ર આઠ વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરતા જૂનિયર એનટીઆરના દાદા દિગ્ગજ તેલુગુ ફિલ્મસર્જક અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર એન ટી. રામારાવ છે અને તેના પિતા અભિનેતા અને રાજકારણી નંદમુરી હરિકૃષ્ણ છે. જોકે ફિલ્મજગતમાં પરિવારનું આટલું વર્ચસ્વ હોવા છતાં એનટીઆરે સફળ બનવા ઘણી મહેનત કરવી પડી હતી.

આજે વાત આપણે તેના કરિયરની નથી કરવી પણ તેના લગ્નની કરવી છે. 2011માં જૂનિયર એનટીઆરના ભવ્યાતિભવ્ય લગ્ન થયા. એનટીઆરની પત્ની પણ મોટા ઉદ્યોગપતિ નર્ને શ્રીનિવાસ રાવની પુત્રી લક્ષ્મી પ્રણતી સાથે થયા છે. આજે તો તેમના લગ્નને 14 વર્ષ થયા અને તેઓ બે સંતાન અભય અને ભાર્ગવના માતા-પિતા છે. પણ તે સમયે તેમના લગ્નમાં રૂ. 100 કરોડનો ખર્ચ થયો હતો. રૂ. ૧૮ કરોડ રૂપિયા પણ ફક્ત મંડપને સજાવવા પાછળ જ ખર્ચવામાં આવ્યા હતા. આ સાથે, એવું કહેવાય છે કે દુલ્હન લક્ષ્મી પ્રણતિએ લગ્નના ફેરા લેતી વખતે પહેરેલી સાડીની કિંમત 1 કરોડ રૂપિયા હતી. લગ્ન પછી તેનું દાન પણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે આ લગ્ન સમારંભમાં ૧૨ હજાર ચાહકો અને ૩ હજાર હાઇ પ્રોફાઇલ મહેમાનો પણ હાજર રહ્યા હતા.

જોકે આ ધામધૂમવાળા લગ્ન વિવાદાસ્પદ રહ્યા હતા. વાત એમ હતી કે લગ્ન થયા ત્યારે લક્ષ્મીપ્રણોતીની ઉંમર 17 વર્ષ હતી. આથી તેમના પર ચાઈલ્ડ મેરેજ એક્ટ અનુસાર કાર્યવાહી થઈ હતી. આટલા મોટા પરિવારનું નામ આ રીતે અખબારોમાં ઉછળ્યું હતું. આથી આ લગ્ન એક રીત ફોક માનવામાં આવ્યું હતું ને લક્ષ્મી 18 વર્ષથી થયા બાદ ફરી તેમના લગ્ન 5મી મે, 2011માં કરવામાં આવ્યા હતા. હાલના આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ એનટીઆરની પત્ની લક્ષ્મીપ્રણતીના નાના સસરા છે.
આપણ વાંચો : જાપાનના ભૂકંપમાં ફસાયો Jr NTR અને પછી…