મનોરંજન

નેપોટિઝમ વિવાદ મુદ્દે જોયા અખ્તરે આપ્યો જવાબ: લોકોને માત્ર મોટા પ્રોડક્શન હાઉસમાં જ કામ જોઈએ છે…

મુંબઈ: બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો હંમેશાં ચર્ચામાં રહ્યો છે. સ્ટાર-કિડ્સને મળતી તકો અને બહારથી આવતા કલાકારોના સંઘર્ષને લઈને સોશિયલ મીડિયા પર સતત વાદ-વિવાદ થતા રહે છે. ખાસ કરીને સુહાના ખાન અને અગસ્ત્ય નંદા જેવા સ્ટાર કિડ્સને લોન્ચ કરનારી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ બાદ આ ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. હવે જાણીતા ડાયરેક્ટર જોયા અખ્તરે આ મામલે પોતાનો સ્પષ્ટ અને તાર્કિક અભિપ્રાય રજૂ કરીને ટીકાકારોને જવાબ આપ્યો છે.

એક પોડકાસ્ટ દરમિયાન જોયા અખ્તરે નેપોટિઝમની વ્યાખ્યાને પડકારતા જણાવ્યું હતું કે, આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક એવા રૂમ તરીકે જોવાનું બંધ કરવું જોઈએ જેમાં તમે કાં તો અંદર છો અથવા બહાર. જોયા અખ્તરના મતે “ઈન્ડસ્ટ્રી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જ્યાં કોઈ પણ આવી શકે છે અને ફિલ્મ બનાવી શકે છે. લોકો વાસ્તવમાં ઈન્ડસ્ટ્રી વિશે ફરિયાદ નથી કરતા, પણ તેમની ફરિયાદ એ હોય છે કે તેમને કરણ જોહરની ‘ધર્મા પ્રોડક્શન’ની ફિલ્મમાં કામ કેમ નથી મળતું.” તેમણે ઉમેર્યું કે જો તમે એક્ટિંગ કરી રહ્યા છો, તો તમે ઈન્ડસ્ટ્રીનો ભાગ જ છો.

આ પણ વાંચો : જય ભાનુશાલી અને માહિ વિજ બાદ વધુ એક સેલિબ્રિટીના 11 વર્ષના લગ્નજીવનો આવ્યો અંત…

પોતાની વાતને મજબૂત રીતે રજૂ કરતા ડાયરેક્ટરે આંકડાઓનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે જો તમે રેકોર્ડ તપાસશો તો જાણવા મળશે કે દર વર્ષે બોલિવૂડમાં જે મોટા સ્ટાર્સ ઉભરી આવે છે, તેમાંથી મોટા ભાગના લોકો મુંબઈની બહારથી અને ફિલ્મી ઈન્ડસ્ટ્રીની બહારના લોકો હોઈ છે. ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે માત્ર ફિલ્મી પરિવારમાં જન્મ લેવો પૂરતું નથી, પરંતુ સ્કિલ અને નસીબ પણ એટલા જ મહત્વના છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બહારથી આવતા લોકો જ મોટાભાગે ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે.

ફિલ્મી પરિવારમાં ઉછરેલા હોવા છતાં જોયાએ પોતાના સંઘર્ષની વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે તેમની પ્રથમ ફિલ્મ બનતા સાત વર્ષ જેટલો સમય લાગ્યો હતો, જ્યારે તેમની બિઝનેસ પાર્ટનર રીમા કાગતીએ તેમની પહેલા પોતાની ફિલ્મ બનાવી લીધી હતી. ‘ધ આર્ચીઝ’ના કલાકારોની ટ્રોલિંગ પર દુઃખ વ્યક્ત કરતા જોયાએ કહ્યું કે, “નવા કલાકારોને જે રીતે ઓનલાઇન બુલી કરવામાં આવ્યા તે જોઈને મને ઘણું ખરાબ લાગ્યું હતું. તે બધા પ્રતિભાશાળી છે અને તેની જવાબદારી મારી હતી, તેથી મને વધુ દુઃખ થયું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button