મનોરંજન

એક બે નહીં ફિલ્મમાં 45 રોલ કરીને આ હીરોએ કમલ હસનને છોડી દીધા પાછળ…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશાથી જ પોતાની ફિલ્મ અને દમદાર સ્ટોરીથી દર્શકોનું મનોરંજન કરે છે, પરંતુ શું તમને ખબર છે કે આ જ ઈન્ડસ્ટ્રીમાં એક એવો અભિનેતા પણ છે કે જેણે એક ફિલ્મમાં 5-10 નહીં પણ પૂરા 45 રોલ નિભાવ્યા હતા અને મજાની વાત તો એ છે કે આ અભિનેતા કમલ હસન કે રજનીકાંત નથી. ચાલો તમને જણાવીએ કોણ છે આ અભિનેતા અને કઈ છે આ ફિલ્મ…

જ્યારે પણ આટલા બધા મલ્ટીપલ રોલ્સ પડદા પર નિભાવવાની વાત થઈ રહી હોય તો મગજમાં સૌથી પહેલાં નામ આવે કમલ હસનની. તેમણે ફિલ્મ દશાવતારમાં દસ રોલ કરીને દર્શકોને ચોંકાવી દીધા હતા. પરંતુ આ રેકોર્ડ હવે તૂટી ગયો છે અને આ રેકોર્ડ તોડનાર અભિનેતાનું નામ છે જોનસન જ્યોર્જ.

આ પણ વાંચો: અક્ષય કુમાર-પરેશ રાવલનો ઝઘડો માત્ર પબ્લિસિટી સ્ટંટ? આ એક્ટરે કર્યો દાવો…

મળતી માહિતી અનુસાર જોનસન જ્યોર્જે મલયાલમ ફિલ્મ આરાનુ નજનમાં એક સાથે 45 રોલ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ ના રહી હોય પણ પોતાની અનોખી રજૂઆતને કારણે ચર્ચામાં રહી હતી. ફિલ્મનું નિર્દેશન પીઆર ઉન્નીકૃષ્ણને કર્યું હતું. આરાનૂ નજનનું નામ ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.

ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે જોનસને આ ફિલ્મમાં મહાત્મા ગાંધી, જિસસ ક્રાઈસ્ટ, સ્વામી વિવેકાનંદ, લિયોનાર્ડો દા વિન્સી જેવા અનેક ઐતિહાસિક અને પ્રભાવશાળી કેરક્ટર્સને પડદા પર ઉતાર્યા હતા. એક કલાક 47 મિનિટ લાંબી આ ફિલ્મમાં તેમની સાથે જયચંદ્રન ધગજીકરણ અને મોહમ્મદ નીલાંબુર પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: આ સુંદરીઓ છે બોલીવુડની ‘બિકિની બેબ્સ’: કર્વી ફિગરથી તેમણે ચાહકોના દિલ જીત્યા

જ્યોર્જ જોનસનની આ ઉપલબ્ધિને હજી સુધી કોઈ તોડી શક્યું નથી. જો તમે કંઈક હટકે અને અદ્ભૂત જોવા માંગતા હોવ તો આરાનૂ નજન તમારા માટે એક સારો અનુભવ સાબિત થઈ શકે છે. આ એક ડ્રામા ફિલ્મ છે, જે આત્મ શોધ અને અસ્તિત્વના સવાલોની આસપાસ ફરે છે.

ફિલ્મની મુખ્ય વાર્તા એક એવી વ્યક્તિની છે જેને ગ્લોબ મેનના નામથી ઓળખાય છે. આ પાત્ર આખી દુનિયાની યાત્રા કરે છે અને પોતાના ખભે ગ્લોબ લઈને ફરે છે જે તેની ઓળથ અને ઉદ્દેશનું પ્રતિક છે. એક દિવસ તે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ઉભો રહે છે અને તેને લાગે છે તે મહાત્મા ગાંધી બની ગયો છે. આ અનુભવ બાદ તેને સારું લાગે છે અને તે વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વ્યક્તિત્વોમાં સમાહિત થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button