જોલી એલએલબી 3 માટે અક્ષય કુમારને અરશદ વારસી કરતા 95% વધુ ફી મળી, જાણો કોણે કેટલા છાપ્યા | મુંબઈ સમાચાર
મનોરંજન

જોલી એલએલબી 3 માટે અક્ષય કુમારને અરશદ વારસી કરતા 95% વધુ ફી મળી, જાણો કોણે કેટલા છાપ્યા

બોલીવુડની સુપસ્ટાર અક્ષય કુમારની હાઈવોલ્ટેજ કોમેડી ફિલ્મ જોલી LLBનો ત્રીજો ભાગ રીલીઝ ગઈકાલે 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસીની જોડી કોર્ટરૂમ ડ્રામાને નવી ઊંચાઈએ લઈ જશે. ખેડૂત અને રાજકારણી વચ્ચેના જમીન વિવાદની આજુબાજું કરવામાં આવેલી કોમેડી મુવી દર્શકોમાં રમાંચ ભરી દેશે. જોકે આ ફિલ્મ સાથે ફિલ્મમાં જોવા મળેલા કલાકારોની ફિ પણ દર્શકોની ચર્ચાનો વિષય બન્યો છે.

‘જોલી એલએલબી 3’માં એક ખેડૂત અને રાજકારણી વચ્ચેના જમીન વિવાદ વચ્ચે થયેલી કોમેડી રજૂ કરવામાં આવી છે. જેમાં અક્ષય કુમાર અને અરશદ વારસીની અદાલતી ટક્કર મુખ્ય આકર્ષણ રહેશે. મીડિયા અહેવાલ મુજબ, અક્ષય કુમારે આ ફિલ્મ માટે 70 કરોડ રૂપિયાની ફી લીધી છે, ઉલ્લેખનીય છે અક્ષય આ ફિલ્મના સૌથી મોંઘા કલાકર છે. જો કે અક્ષયની હાજરીથી ફિલ્મ દર્શકોને આકર્ષે છે. આ ફિલ્મ 2 કલાક 37 મિનિટ છે જેને CBFCએ તેને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે.

‘જોલી એલએલબી ૩’ પર સેન્સર બોર્ડે ચલાવી કાતર, ફિલ્મમાં અમુક ફેરફાર કરવાની પડી ફરજ

અરશદ વારસી, જેણે પહેલી ફિલ્મમાં જોલીનું પાત્ર ભજવ્યું હતું, તેને આ ફિલ્મ માટે 4 કરોડ રૂપિયાની ફી મળી છે. અરશદ અક્ષય સાથે મેઈન લીડમાં જોવા મળી રહ્યા છે. જ્યારે હુમા કુરેશીને 2 કરોડ, જ્યારે બીજી મુખ્ય ભૂમિકામાં જોવા મળતી અમૃતા રાવને 1 કરોડ રૂપિયા ફિ ચૂકવવામાં આવી છે. સૌરભ શુક્લા, જે જજની ભૂમિકામાં પાછા ફરી છે, તેને 70 લાખ અને અન્નુ કપૂરને તેના પાત્ર માટે 50 લાખ રૂપિયાની ફી મળી છે. આ ફીની વિગતો ફિલ્મની ચર્ચાને વધુ રસપ્રદ બનાવે છે.

‘જોલી એલએલબી’ ની શરૂઆત 2013માં અરશદ વારસીની ફિલ્મથી થઈ હતી, જે દર્શકોમાં ખૂબ લોકપ્રિય બની હતી. 2017માં આવેલા બીજા ભાગમાં અક્ષય કુમારે જોલીનું પાત્ર ભજવ્યું હતું આ ફિલ્મને પણ દર્શકો ખુબ જ પ્રેમ મળ્યો હતો. આ વખતે બંને જોલી એકસાથે જોવા મળશે, જે ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button