મનોરંજન

એક તરફ ફિલ્મી હસ્તીઓ સોશિયલ મીડિયામાંથી બહાર નથી આવતી ત્યારે આ હેન્ડસમ હંક તેને ટોક્સિક કહે છે

John Abraham: બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ છેલ્લા ઘણાં સમયથી માત્ર દેશભક્તિની થીમવાળી ફિલ્મો જ કરી રહ્યો છે. જો કે, લોકોને દેશભક્તિની ફોલ્મો ખૂબ પસંદ પણ કરે છે. બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મ પણ માત્ર દેશભક્તિની થીમવાળી જ છે. જોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મની વાત કરવામાં આવે તો તે ધ ડિપ્લોમે (The Diplomat) માં જોવા મળશે. ધ ડિપ્લોમેટ એ ભારતીય હિન્દી-ભાષાની એક્શન ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન શિવમ નાયર (Shivam Nair) દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તે ભારતીય ડિપ્લોમેટની ભૂમિકામાં જોવા મળશે. આપણે જોન અબ્રાહમને મોટા પડદા પર ફક્ત દેશભક્તિની ફિલ્મો કરતા જોયો છે. તેની દેશભક્તિને લગતી ફિલ્મો સારી એવી કમાણી પણ કરે છે.

john abraham statement on social media

આગામી ફિલ્મ ધ ડિપ્લોમેટ માં જોવા મળશે જોન અબ્રાહમ

જોન અબ્રાહમને બોલીવુડનો હેન્ડસમ હંક પણ કહેવાય છે. જોનની આગામી ફિલ્મ ધ ડિપ્લોમેટની કહાણીની વાત કરીએ તો આ ફિલ્મમાં જોન અબ્રાહમ એક ભારતીય મહિલાને પાકિસ્તાનથી પાછી લાવી રહ્યો છે. એક ભારતીય મહિલાને પાકિસ્તાની વ્યક્તિ છેતરીને પાકિસ્તાન લઈ જાય છે અને મારપીટ કરી ખુબ જ હેરાન કરે છે. આ મહિલાને કેવી રીતે ભારત લાવવામાં આવે છે? તેવી કહાણી સાથે આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં દેશભક્તિને લગતા ગીતો પણ સાંભળવા મળશે.

સોશિયલ મીડિયા અંગે શું બોલ્યા જોન અબ્રાહમ?

હવે વાત કરવામાં આવે જોન અબ્રાહમની તો તે સોશિયલ મીડિયા (Social Media)માં એક્ટિવ રહેતો નથી. આ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, શા માટે તે સોશિયલ મીડિયામાં વધારે સક્રિય નથી રહેતો. જોને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ફેલાતી ખરાબ બાબતો જેવી કે ટોક્સિક વર્તન વિશે પણ વાત કરી હતી. જોને કહ્યું કે, અત્યારે આપણે માત્ર સોશિયલ મીડિયા પર આધાર રાખીએ છીએ. સોશિયલ મીડિયામાં લોકો જે સલાહ આપે છે તેને માનીએ છીએ અને તેને જ સાંભળીએ છીએ. આ સૌથી ડરામણી વાત છે કારણ કે તમે એવી વ્યક્તિની ટિપ્પણી વાંચી રહ્યા છો જે કદાચ કોફી પી રહી છે અથવા કમોડ પર બેઠી છે અથવા વિચારી રહી છે કે તેનો દિવસ ખરેખર ખરાબ ગયો છે.

હું સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ નથી કરતોઃ જોન અબ્રાહમ

અભિનેતાએ સોશિયલ મીડિયાના ભારે ટીકાઓ પણ કરી છે. સોશિયલ મીડિયાના આધારે લોકો હવે પોતાના વ્યક્તિગત જીવન માટે પણ નિર્ણયો લેવા લાગ્યાં છે. કોણ તમારા માટે કેટલું મહત્વનું છે તેની તમને જાણ હોવા જોઈએ. જોન અબ્રાહમે કહ્યું કે, હું સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ નથી કરતો. એટલું જ નહીં પરંતુ પોતાની ફિલ્મોને સોશિયલ મીડિયામાં રિલ્સના મધ્યમથી પ્રમોટ પણ નથી કરતો. જોન અબ્રાહમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની ટીમ સંભાળે છે. મૂળ વાત એ છે કે, જોન અબ્રાહમે લોકોને સોશિયલ મીડિયાને લઈને સતર્ક રહેવા માટે કહ્યું છે.

સોશિયલ મીડિયા કરતા નિષ્ણાંતોની પાસેથી સલાહ લેવાનું રાખો

આ વાત પર અત્યારે દરેક વ્યક્તિએ વિચાર કરવો અનિવાર્ય છે. કારણ કે, સોશિયલ મીડિયાના કારણે લોકો ખુબ જ ટોક્સિક થઈ ગયાં છે. વાતે વાતે ગુસ્સો આવવો, જો ઈન્ટરનેટ ના હોય તો અકળાઈ જવું એ સામાન્ય બની ગયું છે. એવા અનેક કિસ્સાઓ બન્યાં છે જેમાં સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગના કારણે બાળકોના મગજ પર અસર થઈ હોય. ડૉક્ટરો દ્વારા પણ આને લઈને સલાહ આપવામાં આવે છે. પરંતુ લોકો અત્યારે ડૉક્ટર કરતા સોશિયલ મીડિયામાં સલાહ આપતા લોકો પર વધારે વિશ્વાસ રાખવા લાગ્યાં છે. જેના પછી માઠા પરિણામો પણ ભોગવતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button