મનોરંજન

જ્હોન અબ્રાહમે શાહરૂખ, દેવગન, અક્કીને ઝાટકી નાખ્યા, કહી દીધું કે…

બોલિવૂડ સ્ટાર આજે પણ યુવાનોના રોલમોડેલ હોય છે અથવા તેમના માનસ પર ઊંડી છાપ છોડે છે ત્યારે અભિનેતાઓની પણ જવાબદારી છે કે તેઓ પોતાના ફેન્સ માટે જોખમી સાબિત થાય. જોકે પૈસાના ભૂખ્યા ઘણા સ્ટાર્સ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. જ્યારે અમુક સ્ટાર આનો વિરોદ પણ નોંધાવે છે. આવું જ કંઈક બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે (John Abraham)કર્યું છે અને તેણે સીધે ફિલ્મજગતના સુપરસ્ટાર્સને જ આડે હાથ લઈ લીધા છે.

જ્હોને પાન મસાલા અને ગુટખાની જાહેરાત કરતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેના સાથી કલાકારો પર નારાજગી વ્યક્ત કરી છે. તેના પઠાણ કો-સ્ટાર શાહરૂખ ખાન પણ પાન મસાલા બ્રાન્ડને સમર્થન આપે છે. જોન અબ્રાહમે કહ્યું કે તે પોતે ક્યારેય પાન મસાલાની જાહેરાત નહીં કરે.

John Abraham slams SRK, Devgan, bollywood

અભિનેતા જ્હોન અબ્રાહમે તાજેતરમાં પાન મસાલા અને ગુટખાની જાહેરાત કરનારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના સાથી કલાકારો સામે નારાજગી વ્યક્ત કરી છે. પાન મસાલાની જાહેરાત કરનારા કલાકારો લાંબા સમયથી ટ્રોલ થઈ રહ્યા છે, ઘણા સ્ટાર્સે લોકોના દબાણ બાદ પાન મસાલા બ્રાન્ડથી દૂરી લીધી છે. જ્યારે અજય દેવગન, શાહરૂખ ખાન, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર ખુલ્લેઆમ પાન મસાલાની જાહેરાત કરે છે. અક્ષય કુમાર ટ્રોલ થયા બાદ હવે દૂર જઈ રહ્યો છે.

એક પોડકાસ્ટ પર, જ્હોને કહ્યું કે એક તરફ સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપતા અને બીજી તરફ પાન મસાલાની જાહેરાત કરનારા અભિનેતાઓ વિરુ્દ્ધ બોલવાથી તે પોતાની જાતને રોકી શકતો નથી. તેણે કહ્યું કે હું ક્યારેય મૃત્યુ નહીં વેચું. જો હું મારું જીવન પ્રામાણિકપણે જીવીશ અને હું જે કહું તેનું પાલન કરું તો હું એક રોલ મોડલ છું. પરંતુ જો હું મારી જાતનેમાત્ર લોકો સામે સારી બનાવું અને પાછળથી ગમે તેમ વર્તું તો લોકો પણ મને ઓળખી જતા હોય છે.

તેણે આગળ કહ્યું કે લોકો ફિટનેસ વિશે વાત કરે છે અને તે જ લોકો પાન મસાલાની જાહેરાત કરે છે. હું મારા બધા અભિનેતા મિત્રોને પ્રેમ કરું છું અને હું તેમાંથી કોઈનો પણ અનાદર કરતો નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું મારા વિશે વાત કરી રહ્યો છું. પરંતુ હું મૃત્યુને વેચીશ નહીં, કારણ કે તે સિદ્ધાંતની બાબત છે. શું તમે જાણો છો કે પાન મસાલા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 45,000 કરોડ રૂપિયા છે? તેનો અર્થ એ છે કે સરકાર પણ તેને સમર્થન આપી રહી છે, અને તેથી તે ગેરકાયદે નથી.

તેમણે કહ્યું કે તેમણે આ કંપનીઓને સમર્થન ન આપવાનું પસંદ કર્યું છે, જેમના ઉત્પાદનો ઘણીવાર માઉથ ફ્રેશનર તરીકે વેચાય છે. જ્હોને કહ્યું નામ લીધા વિના શાહરૂખ, દેવગન સહિતના અભિનેતાઓને કહ્યું કે તમે મૃત્યુ વેચી રહ્યા છો. તમે આમ કરીને કેવી રીતે જીવી શકો? જ્હોને સ્પષ્ટતા કરી હતી કે તે કોઈ અભિનેતાનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યો નથી, પરંતુ તે જે માને છે તેના વિશે જ બોલી રહ્યો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button