82 વર્ષે ફરી વરરાજા બન્યો બી-ટાઉનનો આ એક્ટર, દીકરીએ લગ્નમાં કર્યો ડાન્સ…
હેડિંગ વાંચીને તમને પણ સવાલ તો થઈ ગયો હશે કે આખરે કોણ છે એ બોલીવૂડ એક્ટર કે જેણે 82 વર્ષે લગ્ન કરવાનું સૂઝ્યું અને દીકરીએ તેના લગ્નમાં ધૂમ ડાન્સ પણ કર્યો? ચાલો વધારે સસ્પેન્સ રાખ્યા વિના તમને જણાવી દઈએ કે આ અભિનેતા બીજું કોઈ નહીં પણ આપણા સૌના લાડકા જિતેન્દ્ર (Jitendra) છે.
આ પણ વાંચો : પત્નીની જીદને કારણે માંડ માંડ બચ્યો જિતેન્દ્રનો જીવ.. ઘટના યાદ કરીને આજે પણ ગભરાય છે અભિનેતા
વાત જાણે એમ છે કે હાલમાં જ જિતેન્દ્ર અને શોભા કપૂરની 50મી વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને આ સેલિબ્રેશનમાં દીકરી એકતા કપૂર (Ekta Kapoor)એ જોરદાર ડાન્સ પણ કર્યો હતો.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા જિતેન્દ્રએ સોમવારે એટલે કે ગઈકાલે જ લગ્નની 50મી વર્ષગાંઠ ઉઠવી હતી અને આ કપલને ઈન્ડસ્ટ્રીના તમામ જાણીતા ચહેરાઓએ શુભેચ્છા પાઠવી હતી. આ સેલિબ્રેશનમાં એક્તા કપૂર પણ પોતાની ગર્લ ગેંગ સાથે મસ્તી અને ડાન્સ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક્તા કપૂર, રિદ્ધિ ડોગરા, સહિત આખી ગર્લ ગેંગ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરના ગીત ઉહ લા લા પર ગીત ડાન્સ કરતી જોવા મળી રહી છે.
પાર્ટીનો માહોલ એકદમ જોરદાર હતો. આ સમયે જિતેન્દ્ર અને શોભાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને માળા પહેરાવીને બીજી વખત લગ્ન કરતાં એકબીજાને માળા પહેરાવી હતી. એક્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો. મુંબઈના જૂહુ ખાતે આવેલા કૃષ્ણા બંગલામાં આ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.
એક્તા કપૂરે શેર કરેલાં વીડિયોને પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે ગઈકાલની રાત પ્રેમથી ભરપૂર અન જાદુઈ હતી. અહીં એવરગ્રીન દુલ્હા-દુલ્હન સાથે અમારી ગર્લ ગેંગની એક ઝલક. શોભા કી જિત, 50મી વર્ષગાંઠ.
વાત કરીએ એક્તાના વર્કફ્રન્ટની તો એક્તાની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને દેશભરમાં સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી આ ફિલ્મ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી, રિદ્ધિ ડોગરા સાથે રાશિ ખન્ના પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા.