કોણે જ્હાન્વી કપૂરને ગિફ્ટ કરી કરોડો રૂપિયાની લક્ઝરી કાર? તમે ખુદ જ જોઈ લો…

બોલીવૂડની સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક એટલે જ્હાન્વી કપૂર. શ્રીદેવી અને બોની કપૂરની આ લાડકવાયી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ જાણીતી છે.
ફેશન સ્ટેટમેન્ટથી લઈને કાર કલેક્શન સુધીની જ્હાન્વીની ચોઈસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હવે જ્હાન્વી કપૂર ફરી એક વખત ચર્ચામાં આવી છે અને એનું કારણ છે તેને ગિફ્ટમાં મળેલી લક્ઝુરિયસ કાર… જ્હાન્વીને તેના ખૂબ જ ખાસ મિત્રએ એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે જેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે…
આપણ વાંચો: નદિયોં કે પાર સાથે છે ચિકની ચમેલીનું ખાસ કનેક્શન, ખુદ જ્હાન્વી કપૂરે જણાવ્યું કારણ…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જ્હાન્વી કપૂરને તેની મિત્ર અનન્યા બિડલાએ એક વાયોલેટ લેમ્બોર્ગિની હુરકેન ઈવો સ્પાઈડર કાર ગિફ્ટ કરી છે.
આ કારની સાથે એક મોટું ગિફ્ટ બોક્સ પણ આવ્યું હતું જેના પર અનન્યા બિડલાનું નામ લખેલું હતું. આ કારની કિંમત 4થી 4.99 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ કારની કિંમતની જ ચર્ચા થઈ રહી છે.
વાત કરીએ જ્હાન્વીના કાર કલેક્શનની તો જ્હાન્વીની પાસે અઢી કરોડ રૂપિયાની ટોયોટા લેક્સસ, 67 લાખ 15 હજાર રૂપિયાની મર્સિડિઝ જીએલઆઈ 250ડી અને બીએમડબ્લ્યુ એક્સ5 કે જેની કિંમત 95 લાખ 90 હજાર રૂપિયા છે. આ સિવાય મર્સિડિઝ બેન્ઝ એસ-ક્લાસ કે જેની કિંમત 1.62 કરોડ રૂપિયા જેટલી છે.
આપણ વાંચો: જ્હાન્વી કપૂરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ
જ્હાન્વીની વાત કરીએ તો તેણે 2018માં ફિલ્મ ધડકથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ તે ઘોસ્ટ સ્ટોરીઝ, ગુંજર સક્સેનાઃ ધ કારગિલ ગર્લ, રૂહી, ગુડલક જેરી, મિલી, બબાલ, તેરી બાતોં મેં ઐસા ઉલઝા દિયા, મિસ્ટર એન્ડ મિસિઝ માહી, ઉલઝ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
છેલ્લે તે ફિલ્મ દેવરા પાર્ટ વનમાં જોવા મળી હતી. હવે તેની પાસે ત્રણ ફિલ્મો છે જેમાં સની સંસ્કારી કી તુલસી કુમારી, પરમ સુંદરી અને પેડ્ડીમાં જોવા મળશે. ત્રણેય ફિલ્મોની શૂટિંગ થઈ રહી છે અને પેડ્ડી તેલુગુ ફિલ્મ છે.
આ ઉપરાંત જ્હાન્વી લેક્મે ફેશન વીકમાં રેમ્પ પર જોવા મળી હતી. બ્લેક કલરના સ્ટ્રેપલેસ ડ્રેસમાં જ્હાન્વી એકદમ કમાલની સુંદર લાગી રહી હતી. આ જ ઈવેન્ટમાં જ્હાન્વીને પોતાના રેમ્પ વોકને કારણે ટીકાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.