
ટીવીના સૌથી લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની સીઝન 11 ટીવી પર ધૂમ મચાવવા આવી રહી છે. આ સ્ટાર-સ્ટડેડ શોમાં 11 સેલેબ સ્પર્ધકો પોતપોતાના કોરિયોગ્રાફર્સ સાથે ડાન્સ કરતા જોવા મળશે. સીઝન 10 જોરદાર હિટ રહી હતી અને સીઝન 11 તેના લોન્ચ પહેલા જ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
‘ઝલક દિખલા જા’ની દરેક સીઝનમાં, વિવિધ ક્ષેત્રના સેલેબ્સ કોરિયોગ્રાફર ભાગીદારો સાથે તેમના શ્રેષ્ઠ ડાન્સ મૂવ્સનું પ્રદર્શન કરે છે. આ વખતે પણ ડાન્સ રિયાલિટી શોમાં મોટી હસ્તીઓ ભાગ લેશે તેવી ચર્ચા છે. તો ચાલો જાણીએ કે ઝલક દિખલા જા 11 ના કન્ફર્મ થયેલા સ્પર્ધકો કોણ છે.
ફરાહ ખાન અને મલાઈકા અરોરા આ સેલેબ્સ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ સીઝન 11ને જજ કરશે. ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની સીઝન 11 વિશે ચાહકોની ઉત્તેજના વધારવા માટે, મેકર્સે બેક ટુ બેક પ્રોમોઝ રિલીઝ કર્યા છે. એક્ટર-ડાન્સર અરશદ વારસીને પણ જજોની પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ડાન્સ રિયાલિટી શોને રિત્વિક ધનજાની અને ગૌહર ખાન હોસ્ટ કરશે.
ટીવીનો સૌથી લોકપ્રિય અભિનેતા શોએબ ઇબ્રાહિમ ‘ઝલક દિખલા જા સીઝન 1’માં તેના ડાન્સ મૂવ્સ બતાવવા માટે તૈયાર છે. અભિનેતા છેલ્લી વખત સીરિયલ ‘અજુની’માં તે આયુશી ખુરાના સાથે જોવા મળ્યો હતો.
ઉર્વશી છેલ્લે ‘નાગિન 6’માં જોવા મળી હતી અને હવે અભિનેત્રી ‘ઝલક દિખલા જા સીઝન 11’માં તેના ડાન્સથી સ્ક્રીન પર જાદુ રેલાવશે. શિવ ઠાકરે- ‘બિગ બોસ 16’ અને ‘ખતરોં કે ખિલાડી સિઝન 13’માં લોકોના દિલ જીત્યા બાદ હવે લોકપ્રિય સ્ટાર શિવ ઠાકરે વધુ એક રિયાલિટી શો ‘ઝલક દિખલા જા સિઝન 11’માં જોવા મળશે. કોરિયોગ્રાફર તરીકે કામગીરી શરૂ કર્યા બાદ તેને સ્પર્ધામાં જોવો રસપ્રદ રહેશે.
15 વર્ષથી કોમેડી શો કરી રહેલા અને છેલ્લે કપિલ શર્મા શોમાં જોવા મળેલા કોમેડિયન રાજીવ ઠાકુર પણ હવે ‘ઝલક દિખલા જા સીઝન 11’માં જોવા મળશે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘ખતરોં કે ખિલાડી 13’માં જોવા મળેલી અભિનેત્રી અંજલિ આનંદ હવે ‘ઝલક દિખલા જા 11’ના સ્ટેજ પર ડાન્સિંગ સ્કિલથી પ્રભાવિત કરવા આવી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી અને કાજોલની બહેન તનિષા મુખરજી રિયાલિટી શો ‘બિગ બોસ 7’માં જોવા મળી હતી જેમાં તે રનર અપ રહી હતી. હવે તનિષા ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લઈને પોતાના ડાન્સ મુવ્સથી પ્રભાવિત કરવા આવી રહી છે. સ્પોર્ટ્સ સ્ટાર સંગીતા ફોગાટ પણ ‘ઝલક દિખલા જા 11’થી રિયાલિટી શોની શરૂઆત કરશે. સંગીતા જાણીતા રેસલર ગીતા ફોગટ અને બબીતા ફોગટની નાની બહેન છે. આ ઉપરાંત આમિર અલી કે જે છેલ્લે ધ ટ્રાયલમાં જોવા મળ્યો હતો તેનું નામ પણ ‘ઝલક દિખલા જા 11’ના સ્પર્ધકોમાં સામેલ છે. આ ઉપરાંત ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની અભિનેત્રી કરુણા પાંડે અને મનોજ બાજપેયીની ફિલ્મ ‘બંદા’થી અભિનયની શરૂઆત કરનાર સુપર ડાન્સર સ્પર્ધક અદ્રિજા સિન્હા પણ ‘ઝલક દિખલા જા 11’માં સ્પર્ધા કરતા જોવા મળશે.