કેવો દેખાય છે જેસિકા હાઈન્સ અને આમિર ખાનનો રૂમર્ડ લવ સન…

અભિનેતા આમિર ખાનને વર્ષો પછી સિતારે ઝમીન પર જેવી સફળ ફિલ્મનો સ્વાદ ચાખવા મળ્યો, પરંતુ નાના ભાઈ ફૈઝલે હાલમાં તો આખા પરિવારના જીવનનો સ્વાદ કડવો કરી નાખ્યો છે. મેલા ફિલ્મમાં આમિર સાથે દેખાયેલા ફૈઝલે આમિરના વલ ચાઈલ્ડ અથવા ઈલિસિટ ચાઈલ્ડનો ફરી ઝિક્ર કરી 2005ની વાત બધાને યાદ અપાવી હતી.
ગુલામ ફિલ્મના શૂટિંગ સમયે આમિર બ્રિટિશ જર્નાલિસ્ટ જેસિકા હાઈન્સના પ્રેમમાં પડ્યો હતો. 2005માં એક મેગેઝિનમાં આ ખુલાસો થતા ભળભળાટ મચી ગયો હતો. જેસિકા સાથે આમિરના સંબંધોને લીધે તે પ્રગનન્ટ થઈ હતી. આમિરે તેને એબોર્શન કરવા કહ્યું હતું, પરંતુ જેસિકાએ તેમ ન કરતા પુત્રને જન્મ આપ્યો હતો.

આ પુત્રનું નામ જાન રાખ્યું હોવાનું પણ કહેવાય છે. જાન હવે 20 વર્ષનો થઈ ગયો છે અને ઈન્ટરન્ટ પર તેની અમુક તસવીરો પણ વાયરલ થઈ છે. જોકે જેસિકા તેને દુનિયા સામે લાવવા માગતી નથી.
જેસિકાએ 2007માં લગ્ન કરી લીધા અને તેને એક દીકરી પણ છે. અનુપમ ખેર પણ આ ફિલ્મમાં હોવાથી તેને જેસિકા સાથે પરિચય છે અને તેમણે પણ એક તસવીર આમિરના દીકરાની પોસ્ટ કરી હતી. જેસિકાના દીકરી જાનની અમુક તસવીરો વાયરલ થઈ છે. તે પણ મોડેલિંગ કરતો હોવાનું અહેવાલો જણાવે છે.

જોકે તે સમયે પણ આમિરે આ વાતને રદિયો આપ્યો હતો. આમિરની પર્સનલ લાઈફ ચર્ચાના ચકડોળે ચડી છે. આમિરે નાનપણની મિત્ર રીના સાથે લગ્ન કર્યા હતા. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાનું રીના માટે સહેલું ન હતું, પરંતુ તે પરિવારને નારાજ કરી આમિરને પરણી હતી.
બન્નેને બે સંતાન જુનૈદ અને આયરા થયા. લગભગ 16 વર્ષના લગ્નજીવન બાદ આમિરે લગાન ફિલ્મની શૂટિંગ સમયે મળેલી ડિરેક્ટર કિરણ રાવ સાથે લગ્ન કર્યા. બન્નેને આઝાદ નામનો પુત્ર થયો. ત્યારબાદ આમિરને કિરણ સાથે પણ ન બન્યું એટલે તેમણે છુટાછેડા લીધા.
હવે આમિર ગૌરી સ્પાટ નામની એક બ્યુટી સ્ટાઈલિસ્ટ સાથે રિલેશનશિપમાં છે. આ બધા વચ્ચે આમિરના ભાઈએ જ જેસિકા સાથેના તેના સંબંધો દુનિયા સામે મૂકી દેતા આમિર અને પરિવાર માટે ચિંતા ઊભી થઈ છે. જોવાનું રહ્યું કે આમિર આ તમામ ઘટનાક્રમને કઈ રીતે હેન્ડલ કરે છે.
આ પણ વાંચો…આમિર ખાન અને પરિવાર વિરુદ્ધ કોર્ટમાં જશે ભાઈ ફૈઝલ ખાન, બધા સંબંધો પણ તોડ્યા…