ઇન્ટરનેશનલમનોરંજન

હોલિવૂડના આ સ્ટાર કપલે બીજી એનિવર્સરીના દિવસે જ ડિવોર્સ પેપર ફાઈલ કર્યા

લાંબા સમયથી ચાલતી અટકળો બાદ આખરે હોલીવૂડના સ્ટાર કપલ જેનિફર લોપેઝ (Jennifer Lopez)અને બેન એફ્લેક (Ben Affleck) છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ જેનિફર લોપેઝે 20 ઓગસ્ટના રોજ લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં બેન એફ્લેકથી છૂટાછેડા લેવા માટે અરજી દાખલ કરી હતી. રસપ્રદ વાત એ છે કે બે વર્ષ પહેલા વર્ષ 2022માં 20 ઓગસ્ટના દિવસે જ બંને લગ્ન બંધને જોડાયા હતા. બે વર્ષના ટૂંકા દાંપત્યજીવન બાદ આખરે બંને એ છુટા પડવાનું નક્કી કર્યું છે. આ મુદ્દો હાલ હોલીવૂડમાં ચર્ચાના કેન્દ્રમાં છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી, જેનિફર લોપેઝ અને બેન એફ્લેક અલગ થવાની અટકળો શરુ થઇ ગઈ હતી. એક અહેવાલ મુજબ લોપેઝે 20 ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ છૂટાછેડા માટેના કાયદાકીય દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. 20મી ઓગસ્ટ 2022ના રોજ જ્યોર્જિયામાં પરંપરાગત રીતે લગ્ન સમારોહ યોજાયો હતો, ગઈ કાલે તેમના લગ્નની બીજી એનિવર્સરી હતી, આ દિવસે જ ડિવોર્સ પેપર ફાઈલ કરવામાં આવ્યા છે. લોપેઝ કે બેન એફ્લેકે છૂટાછેડા અંગે કોઈ નિવેદન શેર કર્યું નથી. લોપેઝે સેટલમેન્ટનો કોઈ દાવો કર્યો નથી.

દસ્તાવેજોમાં, લોપેઝે જણાવ્યું છે કે તેઓ 26 એપ્રિલ, 2024 ના રોજ અલગ થઇ ગયા હતા.

જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે બે લગ્ન સમારંભ યોજ્યા હતા. તેઓએ 16 જુલાઈ, 2022ના રોજ લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. લગભગ એક મહિના પછી, 20 ઓગસ્ટ, 2022ના રોજ, લોપેઝ અને બેનનો જ્યોર્જિયામાં પરંપરાગત લગ્ન સમારોહ યોજાયો હતો.

બે વખતના ઓસ્કાર વિજેતા એફ્લેકે અગાઉ અભિનેત્રી જેનિફર ગાર્નર સાથે લગ્ન કર્યા હતા, તેઓ બંને મુલાકાત 2001માં પર્લ હાર્બર ફિલ્મના સેટ પર મળ્યા હતા. લગ્નના એક દાયકા પછી તેઓ 2015 માં અલગ થયા અને તેમને ત્રણ બાળકો છે.

લોપેઝે ચાર વખત લગ્ન કર્યા છે, પ્રથમ 1997-98માં ક્યુબામાં જન્મેલા વેઈટર ઓજાની નોઆ સાથે; પછી 2001-03 થી તેના બેક-અપ ડાન્સર ક્રિસ જુડ; અને ત્યાર બાદ 2004માં ગાયક માર્ક એન્થોની તેણે લગ્ન કર્યા હતા અને બંને 2014માં અલગ થયા હતા.

જેનીફર લોપેઝે એક વાર ન્યૂયોર્ક યાન્કીઝ સ્ટાર એલેક્સ રોડ્રિગ્ઝ સાથે સગાઈ પણ કરી હતી.

જેનિફર લોપેઝને તેના પૂર્વ પતિ માર્ક એન્થોનીથી 16 વર્ષના જોડિયા એમે અને મેક્સન સંતનો છે. બેન એફ્લેકને પૂર્વ પત્ની જેનિફર ગાર્નર સાથે ત્રણ બાળકો છે – વાયોલેટ, સેરાફિના અને સેમ્યુઅલ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો