મનોરંજન

Prime Minister જેટલો પગાર છે Jeh, Taimurની નેની Lalita Dsilvaનો? કહ્યું મારો હક્ક છે એ…

બોલીવૂડના પોપ્યુલર કપલ કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના દીકરા તૈમૂર અલી ખાનની નર્સ લલિતા ડિસિલ્વા (Lalita Dsilva) પોતાના ઈન્ટરવ્યુને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. લલિતાએ કરિના-સૈફના દીકરા તૈમુર અને જેહની જ નહીં પણ અનંત અંબાણી, રામચરણ-ઉપાસનાની દાકરી ક્લિન કારા અને બીજા અનેક સેલેબ્સના સંતાનોની દેખભાળ કરી છે.

આ સિવાય લલિતાને પોતાના કામ માટે આપવામાં આવતું વેતન પણ હંમેશા ટોક ઓફ ધ ટાઉન રહ્યું છે. રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવે છે કે લલિતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જેટલો પગાર ચૂકવવામાં આવે છે.

ચાલો જોઈએ આ મામલે લલિતા શું કહે છે એ જાણીએ-હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં લલિતાએ જણાવ્યું હતું કે મને સાંભળવા મળ્યું છે કે લોકો મારા પગાર વિશે ચર્ચા કરે છે અને કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે મારો પગાર પ્રાઈમમિનિસ્ટર જેટલો છે. મને પણ આશા છે કે મારો પગાર એટલો જ હોવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે લલિતાને દર મહિને 2.5 લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે.

લોકો તૈમુરના સમયે મારા પગારની સરખામણીએ પીએમના પગાર સાથે કરતાં હતા એવું પણ લલિતાએ વધુમાં જણાવ્યું હતું. આગળ લલિતાએ કહ્યું હતું કે હા મને એટલો પગાર મળવો પણ જોઈએ અને હું તમને મને કેમ આટલો પગાર મળવો જોઈએ એના વિશે જણાવું તો હું કોઈ પણ પ્રકારની રજા વિના દિવસ રાત કામ કરું છું. કોઈ પણ કોર્પોરેટ કર્મચારી લાઈફ બેલેન્સ્ડ હોય છે જ્યારે હું તો 24 કલાક ઓન ડ્યૂટી હોઉં છું અને એટલે જ હું આટલા પગારની હકદાર છું.

આ પહેલાં લલિતાએ બીજા એક ઈન્ટરવ્યુમાં જ્યારે અઢી લાખના પગાર વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે તમારા મોંમાં ઘી-શક્કર. મારા પગાર વિશેની આટલી બધી ચર્ચાઓ સાંભળ્યા બાદ એક દિવસ તો મેં કરિનાને પૂછ્યું હતું શું તમે મને વાસ્તવિક આટલો પગાર આપશો?

એર, લલિતાનો સાચો પગાર અઢી લાખ નહીં હોય તો પણ એટલો તો હશે જ કે જેનાથી તે માન-ભેર જીવન જીવી શકે. આ પહેલાં પણ લલિતાએ ખાન પરિવાર વિશે એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..