આ જયા બચ્ચન છે? પાપારાઝી સાથે પ્રેમથી વાતો કરતો વીડિયો વાયરલ

હંમેશાં તુમાખીમાં રહેતાં અને નાક પર ગુસ્સો લઈને ફરતાં અભિનેત્રી અને રાજ્યસભાની સભ્ય જયા બચ્ચનને તમે પ્રેમથી વાત કરતા જોયાં છે, તો જોઈ લો આ વીડિયોમાં. તમને તમારી આંખ પર વિશ્વાસ નહીં બેસે.
જયા બચ્ચન સાથે ફોટો લેવા જનારને ફટકાર પડી હોય તેવા કિસ્સા પણ છે અને પાપારાઝી પર તેઓ ભડક્યા હોય તેવી ઘણી ઘટનાઓ છે. પોતાના માટે નહીં તો વહુ ઐશ્વર્યા માટે પણ તેમણે પાપારાઝીને ઝાટકી નાખ્યાં છે. તેમનાં આવા વ્યવહારને લીધે સોશિયલ મીડિયા પર તેમની ઝાટકણી પણ થઈ છે અને ઈન્ડસ્ટ્રીમાંથી પણ ઘણાએ નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે હવે અચાનક તેમને બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ તેમણે પાપારાઝીને ફોટો પણ આપ્યા હતા અને તેમની સાથે શાંતિથી વાત પણ કરી હતી.
જોકે તેમણે વાત કરી તેમાં પણ સલાહ તો આપી જ દીધી હતી. થોડા સમય પહેલા એક ફેશન શૉમાં ભાગ લેવા જયા બચ્ચન ગયાં હશે અને અહીં તેઓ રેડા કાર્પેટ પર પાપારાઝીને પોઝ દેવા ઊભાં રહ્યાં હતાં. આ સાથે તેમણે પાપારાઝી સાથે વાતચીત પણ કરી હતી. તેમમે કહ્યું કે આ રીતે વ્યવસ્થિત તમે ફોટો લો તો મને વાંધો નથી, પણ ગમે ત્યારે પર્સનલ મોમેન્ટ્સના ચોરીછુપે ફોટો લો ત્યારે નથી ફાવતું. હું ફોટા માટે તૈયાર હોઉં ત્યારે વાંધો નહીં, પણ ન હોઉ તો રંગ બતાવું છું, તેમ કહી તે જોરજોરથી હસતાં પણ જોવા મળે છે.
તેમના આ વાયરલ વીડિયો પર નેટિઝન્સ ઈન્ટરેસ્ટિંગ રિએક્શન્સ આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે અમિતાભ બચ્ચને ક્લાસ લીધો છે, તો કોઈએ લખ્યું કે આખી ફેમિલીનો ક્લાસ લેવાઈ ગયો છે.
જયા બચ્ચન ફિલ્મો અને રાજકારણ બન્નેમાં એક્ટિવ છે.
આપણ વાંચો: જયા બચ્ચન કે અભિષેક નહીં! આ એક વ્યક્તિનું સાંભળીને જ ફિલ્મો સાઈન કરે છે Amitabh Bachchan