Viral Video: મનોજકુમાર બાદ હવે આ દિગ્ગજ સેલિબ્રિટીની પ્રાર્થનામાં ભડક્યા Jaya Bachchan? | મુંબઈ સમાચાર

Viral Video: મનોજકુમાર બાદ હવે આ દિગ્ગજ સેલિબ્રિટીની પ્રાર્થનામાં ભડક્યા Jaya Bachchan?

બોલીવૂડના દિગ્ગજ અદાકારા જયા બચ્ચન (Jaya Bachchan)નો ગુસ્સો કંઈ નવી વાત નથી. અવારનવાર પેપ્ઝ સાથે તેમની નોકઝોક થતી જ હોય છે. હાલમાં જ બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ મેકર રોનો મુખર્જીની પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા.

આ સમયે તેમની સાથે દીકરી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી. પરંતુ આ સમયે પણ પેપ્ઝ સાથે જયા બચ્ચનની બોલાચાલી થઈ ગઈ અને તેમણે પેપ્ઝની ક્લાસ લગાવી દીધી હતી, જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં…

આપણ વાંચો: બે નહીં ત્રણ સંતાન છે જયા બચ્ચનને, જાણો કોણ છે અને અત્યારે કયા હાલમાં છે…

મળતી માહિતી મુજબ હાલમાં જ રોનો મુખર્જીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઈન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ તેમને આદરાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. રોનોના ઘરની બહાર પેપ્ઝ જમા થઈ હતા અને આવી દુઃખની ઘડીમાં પણ પેપ્ઝને ફોટો ક્લિક કરતાં જોઈને જયા બચ્ચનનો પારો ચઢી ગયો

રોનોના ઘરેથી બહાર નીકળતી વખતે જયા બચ્ચન પેપ્ઝ પર ચિડાઈ ગયા અને તેમણે પેપ્ઝ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. જયાએ પેપ્ઝને કહ્યું ચાલો, તમે લોકો પણ આવો સાથે. બકવાસ… ગંદા ગંદા.. પેપ્ઝને જોઈને જયા બચ્ચન એકદમ નારાજ થઈ ગયા હતા. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ સમયે શ્વેતા બચ્ચન પણ જયા બચ્ચન સાથે પ્રાર્થના સભામાં હાજરી આપવા પહોંચી હતી. બાદમાં બંને મા દીકરી કારમાં બેસીને રવાના થઈ જાય છે, જે પેપ્ઝે રેકોર્ડ કરી લીધું. આ જોઈને જયા બચ્ચન વધારે ચિડાઈ ગયા અને તેઓ પેપ્ઝને કહી છે. આવો.. તમે પણ આવી જાવ ગાડીમાં…

આપણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…

જયા બચ્ચન અને પેપ્ઝ વચ્ચેની ખટપટ કંઈ નવી નથી. આ પહેલાં દિગ્ગજ અભિનેતા મનોજ કુમારની પ્રાર્થના સભા સમયે પણ જયા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ કોઈ મહિલા પર ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. હવે આ વાઈરલ વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.

રોનો મુખર્જીની વાત કરીએ તો રોનો મુખર્જીનું 28મી મેના નિધન થયું હતું. તેમણે ફિલ્મ હૈવાન, તુ હૈ મેરી ઝિંદગી માટે ફેમસ હતા.

Back to top button