Jaya Bachchan આ બોલીવૂડ એક્ટરને પપ્પા કહીને બોલાવતા હતા, એક્ટરે ખુદ કર્યો ખુલાસો…
બચ્ચન પરિવારના હોમ મિનિસ્ટર એવા જયા બચ્ચન (Jaya Bachchan)નો દબદબો જ અલગ છે. ગઈકાલે જ રાજ્યસભામાં પોતાના નામની સાથે અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાતા જયા બચ્ચન ગુસ્સે ભરાયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે જયા બચ્ચનને લઈને બોલીવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હા (Shatrughna Sinha)એ એક જૂના ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે. શત્રુઘ્ન સિન્હાએ આ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે જયા બચ્ચન તેને પપ્પા કહીને બોલાવતા હતા. તમને પણ સવાલ થયો ને કે આખરે આવું કેમ? ચાલો તમને જણાવીએ આખો કિસ્સો-
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં શત્રુઘ્ન સિન્હાનો એક ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે હું અને જયા બચ્ચન એકબીજાને કોલેજકાળથી ઓળખીએ છીએ. એ સમયે જયા બચ્ચન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને ડેટ કરી રહી હતી. કોલેજમાં હું જયા બચ્ચનને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ હવો એટલે તે મને પપ્પા કહીને બોલાવતી હતા અને હું પણ જયા બચ્ચનને ભાભી કહેવાને બદલે જયાજી કહીને જ બોલાવતો હતો.
એક સમય હતો કે અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે પણ સારી એવી મિત્રતા હતી. બંનેએ સાથે અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પરંતુ આખરે આટલી ગાઢ મિત્રતાને નજર લાગી અને બિગ બી અને શોટગનના સંબંધોમાં ખટાશ આવી ગઈ. બંને વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગયું અને વર્ષોથી આ કોલ્ડવોર ચાલતું જ આવ્યું છે. ભલે શત્રુઘ્ન સિન્હા કહી રહ્યા હોય તે તેમની અને બિગ બી વચ્ચે બધું ઠીક થઈ ગયું હોય, પણ એવું લાગી નથી રહ્યું કારણ કે સોનાક્ષી સિન્હાના લગ્ન કે રિસેપ્શનમાં બચ્ચન પરિવારમાંથી કોઈ હાજરી આપી નહોતી.
જયા બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે સારી એવી મિત્રતા હોવા છતાં પણ શત્રુઘ્ન સિન્હા અભિષેક બચ્ચનના લગ્નમાં નહોતા આવ્યા. એટલું જ નહીં પણ તેમણે લગ્નની મિઠાઈ પણ પાછી મોકલાવી દીધી હતી. વાત જાણે એમ હતી કે બચ્ચન પરિવાર જે લોકોને લગ્નમાં આમંત્રણ નહોતું આપી શક્યું એમના ઘરે તેમણે મિઠાઈઓ મોકલાવી હતી. શત્રુઘ્ન સિન્હાએ એ મિઠાઈ પાછા મોકલવાનું કારણ આપતાં કહ્યું હતું કે જ્યારે લગ્નમાં આમંત્રણ જ નહોતું આપ્યું તો મિઠાઈ કઈ વાતની?