મનોરંજન

Jaya Bachchan એ એવું તે શું કર્યું યુઝર્સે કહ્યું Abhishek Bachchan તમીઝ શિખવાડો યાર…

બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ-પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવું બચ્ચન પરિવાર હાલમાં પરિવારમાં ચાલી રહેલાં અણબનાવને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની વાતો સામે આવતી રહી છે, તો ક્યારેક પરિવારમાં સાસુ-વહુ વચ્ચેના અણબનાવના સમાચારો પણ સામે આવતા રહે છે. પરંતુ આ બધા વચ્ચે જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં જયાએ કંઈક કર્યું હતું કે જેને કારણે નેટિઝન્સે અભિષેક બચ્ચનને મમ્મી જયાને તમીઝ શીખવાડવાની સલાહ આપી દીધી હતી. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું જયા બચ્ચને

વાત જાણે એમ છે કે હાલમાં જ જયા બચ્ચન, નવ્યા નવેલી નંદા અને અભિષેક બચ્ચન મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યાં ત્રણેય જણ કેઝ્યુઅલ કપડામાં કારમાંથી ઉતર્યા એટલે પેપ્ઝે તેમને ઘેરી લીધા હતા. ત્રણેય જણનો કમ્ફર્ટેબલ લૂકમાં જોવા મળ્યા હતા પરંતુ નેટિઝન્સે તેમના સ્ટાઈલ પર સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં લોકોએ તો જયા બચ્ચનને સનકી કહીને બોયકોટ કરવાની માંગણી કરી દીધી હતી. નવ્યાના બદલાયેલો અંદાજ પરથી નેટિઝન્સ પોતાની નજર હટાવી શક્યા નહોતા.

જયા બચ્ચન આ સમયે બ્લ્યુ ડેનિમ શર્ટ સાથે લૂઝ ફિટેડ ટ્રાઉઝરમાં જોવા મળ્યા હતા અને તેમણે પોતાની શર્ટના કેટલાક બટન્સ ઓપન રાખ્યા હતા. જેની નીચે તેમણે ટ્રાઉઝરથી મેચિંગ ટી-શર્ટ પહેર્યું હતું. બ્લેક શૂઝ અને બ્લેક બેગમાં જયા બચ્ચનનો અંદાજ હંમેશા જેવો જ રહ્યો હતો. પરંતુ લોકોએ જયા બચ્નને ટ્રોલ્સ કરવાનું શરૂ કરી દીધું હતું.

બચ્ચન પરિવારની ત્રણ પેઢીઓ એક સાથે જોવા મળતાં નેટિઝન્સ અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યા છે. કેટલાક લોકોને તેમનો આ અંદાજ તો ખૂબ જ પસંદ આવી રહ્યો છે તો કેટલાક લોકો જયા બચ્ચનના એટિટ્યૂડ ખટકી ગયો હતો.
યુઝર્સનું કહેવું હતું કે તેમણે લોકોની રિસ્પેક્ટ કરવાનું શીખવું જોઈએ, એ લોકો ખાલી ઉંમરનો આદર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે સનકી જયા તો બીજા યુઝરે લખ્યું હતું છી આમને બોયકોટ કરો, જયા ફાલ્તુરી. ત્રીજા એક યુઝરે લખ્યું કે ક્યારે અભિષેક ઈન્ડિપેન્ડન્ટ બનશે, હંમેશા પોતાની ક્રેંકી મા સાથે હોય છે. ચોથા એક યુઝરે લખ્યું હતું કે બચ્ચન પરિવારની કોઈ સ્ટાઈલ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દિવંગત અભિનેતા મનોજ કુમારની પ્રાર્થના સભામાં પણ જયા બચ્ચન કોઈ મોટી ઉંમરના કપલ પર ભડકી ગયા હતા જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો. જયા બચ્ચનનું આ રીતે વારંવાર ચિડાઈ જવું, ગુસ્સો કરવું ફેન્સને ખાસ કંઈ પસંદ નથી આવી રહ્યું.

આપણ વાંચો : જયા બચ્ચનનો ગુસ્સો આ વખતે યોગ્ય નથી? જૂઓ વાયરલ વીડિયો ને કહો..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button