Amitabh Bachchan એ કેમ Rekha ને રિજેક્ટ કર્યા? જાણો કોણે કર્યો આ ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના મહાનાયક એવા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને એવરગ્રીન એક્ટ્રેસ રેખા (Rekha)ની લવસ્ટોરીથી તો બધા પરિચિત છે. વર્ષો બાદ આજે પણ રેખાજી અને બિગ બીની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. બંનેના સંબંધો અંગે જયા બચ્ચન (Jaya Bachchan)એ ખુદ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. જયાજીએ આ ઈન્ટરવ્યુમાં બિગ બીએ રેખાજીને કેમ રિજેક્ટ કર્યા એ વિશે પણ જણાવ્યું હતું. ચાલો જોઈએ આખરે એવું તે શું કારણ હતું આ પાછળ…
જયા બચ્ચને પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 1981માં આવેલી ફિલ્મ સિલસિલા બાદ અમિતાભ બચ્ચને બોલીવૂડ એક્ટ્રેસ રેખાજી સાથે કેમ કામ કરવાનું બંધ કર્યું એ વિશે વાત કરી હતી. તેમણે રેખા અને બિગ બીની જોડી વિશે પણ વાત કરી હતી. પરંતુ તેમના સેપરેશન પાછળ અલગ કારણ હતું. જયાજીએ આ વિશે જણાવ્યું કે મને કેમ ખરાબ લાગે? પરંતુ મને લાગે છે કે આ કામથી વધારે સનસનાટી ક્રિયેટ કરશે. અફસોસની વાત એ છે કારણ કે લોકો તેમને સાથે જોવાનો મોકો ગુમાવી દેશે.

રેખાજી અને અમિતાભ બચ્ચન એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, પરંતુ બિગ બીએ ક્યારેય રેખા માટેની પોતાની લાગણી વ્યક્ત કરી નહોતી, જ્યારે રેખાએ બિગ બી માટેનો પ્રેમ ક્યારેય છુપાવ્યો નહોતો. વાત કરીએ 1981માં આવેલી ફિલ્મ સિલસિલાની તો આ એક લવ ટ્રાયેન્ગલ પર આધારિત હતી. જ્યારે રિયલ લાઈફમાં એ સમયે રેખા, જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન પણ આ જ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હતા.
જયાજીએ બિગ બી સાથેના અફેયરની ચર્ચા પર રિએક્ટ કરતાં જણાવ્યું હતું કે જો કોઈ હોત તો કે કોઈ બીજી જગ્યાએ હોત ને? લોકોએ તેમની જોડીને ઓનસ્ક્રીન ખૂબ જ પસંદ કરી હતી અને એ ઠીક પણ છે. મીડિયાએ તેમનું નામ દરેક એક્ટ્રેસ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. પણ જો મેં એને સિરીયલી લીધું હોત તો મારી જિંદગી નરક બની ગઈ હોત.
2010માં રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર હું સિલસિલા ફિલ્મની શૂટિંગ સમયે હંમેશાથી ચિંતામાં રહેતો કારણ કે તેમની રિયલ લાઈફ પડદા પર આવી રહી હતી. જેમાં જયાજી બિગ બીના પત્ની હતા અને રેખા એમની પ્રેમિકા. આ સ્ટોરી રિયલ લાઈફમાં પણ ચાલી રહી હતી અને કંઈ પણ થઈ શકતું હતું કારણ કે ત્રણેય જણ સાથે કામ કરી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જયાજી અને રેખા વચ્ચેના કોલ્ડવોરથી તો આપણે બધા જ પરિચિત છીએ જ અને આજે પણ બંને જણ એકબીજાની સામે આવવાનું ટાળે છે.
આ પણ વાંચો…એક સમયે પાક્કા બહેનપણા હતા Jaya Bachchan અને Rekha વચ્ચે, પ્રેમથી એકબીજાને…