જયા બચ્ચનનો ગુસ્સો આ વખતે યોગ્ય નથી? જૂઓ વાયરલ વીડિયો ને કહો..

અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન તેમના ગુસ્સા માટે વધારે જાણીતા બન્યાં છે. પાપારાઝી હોય, કોઈ ફેન હોય કે પછી રાજ્યસભામાં વિરોધપક્ષના કોઈ નેતા હોય, તેઓ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતાં નથી અને ગમે તેમ બોલે છે અને વર્તે પણ છે. આ માટે તેઓ વારંવાર ટીકાનો ભોગ બને છે અને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે.
જોકે હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે જોતાં જયા સાવ જ ખોટા છે તેમ કહેવું યોગ્ય નથી અને તેથી નેટીઝન્સ તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે. આ વાત છે ગઈકાલની. દિગ્ગજ અભિનેતા અને ભારતકુમારના નામથી જાણીતા મનોજ કુમારના દેહાંત બાદ તેમની પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. જેમાં ફિલ્મીહસ્તીઓ ગઈ હતી, જયા બચ્ચન પણ તેમનામાનાં એક છે.
બચ્ચન પ્રેયરમીટના સ્થળે બહાર ઊભાં ત્યારે એક મહિલાએ પાછળથી તેમને હાથ અડાડી બોલાવ્યા અને ફોટા માટે રિક્વેસ્ટ કરી હતી. તેમનો હાથ અડકવાથી જયા એકદમ ભડકી ગયાં અને તેમને ઝાટકી નાખ્યા હતા. મહિલા પણ મોટી ઉંમરના જ હતાં. તેમની સાથે આવેલા પુરુષ મોબાઈલ લઈને તૈયાર હતા અને મહિલાની ઈચ્છા ફોટો પાડવાની હશે તેમ વીડિયો પરથી સમજી શકાય છે.
આ પણ વાંચો: મનોજ કુમારના નિધન પર કેમ ટ્રોલ થયા Amitabh Bachchan?
આ રીતે કોઈની પ્રાર્થના સભામાં આવેલાં સેલિબ્રિટીને ડિસ્ટર્બ કરવાના અને તેમની સાથે ફોટો પડાવવાના અભરખાં નેટીઝન્સને પણ ગમ્યાં નથી. તેમણે આ વખતે જયાએ બરાબર જ કર્યું તેવી કોમેન્ટ્સ કરી છે. જોકે અમુકે તો જયા બચ્ચનનો તો આ સ્વભાવ તેમ પણ કહ્યું છે. તમે જૂઓ વીડિયો અને અમને જણાવો કે તમને શું લાગે છે ?