બે નહીં ત્રણ સંતાન છે જયા બચ્ચનને, જાણો કોણ છે અને અત્યારે કયા હાલમાં છે…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે અને આવા સમયે જયા બચ્ચન (Jaya Bachchan)એ કરેલો ખુલાસો થોડો સ્ફોટક જ છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને શ્વેતા બચ્ચન (Shweta Bachchan) એમ બે જ સંતાનો છે એવી આપણી સૌની સમજ હતી, પરંતુ હવે જયા બચ્ચને ખુદ પોતાના ત્રીજા સંતાન વિશે ખુલાસો કર્યો છે. આવો જોઈએ કોણ છે જયા બચ્ચનનું ત્રીજું સંતાન અને હાલમાં તે ક્યાં છે?
આપણ વાંચો: Amitabh Bachchanએ વધારી ફેન્સની ચિંતા, બચ્ચન પરિવારમાં બધુ બરાબર છે?
વાત જાણે એમ છે કે ખુદ જયા બચ્ચને એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. જયા બચ્ચનને પોતાના પતિ અને બોલીવૂડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનને ત્રીજું સંતાન ગણાવ્યું હતું. આ જ ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને જણાવ્યું હતું કે તે કઈ રીકે કરિયર, પરિવાર અને બાકીના પડકારોનો સામનો કરતાં હતાં.
જયા બચ્ચનને આ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તેમણે કઈ રીતે બીજી વખત ફિલ્મોમાં કમબેક કર્યું? આ સવાલના જવાબમાં જયા બચ્ચનને જણાવ્યું હતું કે મારા માટે અઘરું હતું કારણ કે ત્રણ-ત્રણ બાળકોને મેં સંભાળ્યા છે. જયાજીએ આ ઈન્ટરવ્યુમાં બિગ બીને પોતાના ત્રીજું બાળક ગણાવ્યા હતા.
આપણ વાંચો: બચ્ચન પરિવારને મીડિયાએ કર્યો હતો બેન, Amitabh Bachchanએ આ રીતે સંભાળી હતી વાત…
જયાજીનો આ જવાબ સાંભળીને ફેન્સના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા હતા. જયાજીને આ જવાબ પરથી જ ખ્યાલ આવે છે કે કરિયર અને પરિવારમાંથી તેમના માટે પરિવાર કેટલો મહત્ત્વનો છે. એટલું જ નહીં જયા બચ્ચનના આ જવાબ પરથી તેમના અમિતાભ બચ્ચન સાથેના મજબૂત સંબંધને પણ દર્શાવે છે.
જોકે, આ પહેલી વખત નથી કે બચ્ચન પરિવારે પારિવારિક મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું હોય. બિગ બી ખુદ એ વાત માટે વસવસો વ્યક્ત કર્યો હતો કે તેઓ પોતાના કરિયર અને બિઝી શેડ્યુલને કારણે પોતાના સંતાનોને યોગ્ય ટાઈમ આપી શક્યા નહોતા અને તેમને ખ્યાલ ના આવ્યો કે તેમના સંતાનો ક્યારે મોટા થઈ ગયા. જયા બચ્ચને આ મુશ્કેલ સમયમાં એક મા અને પિતા બંનેની ભૂમિકા ભજવીને બંને સંતાનોને ખુબ જ સારી રીતે ઉછેર્યા હતા.