Shocking News: Jaya Bachchanને બે નહીં પણ ત્રણ સંતાન, જાણો કોણ છે અને કયા છે આ ત્રીજું સંતાન…

હાલમાં બચ્ચન પરિવાર સખત ચર્ચામાં રહે છે અને એનું કારણ એટલે પરિવારમાં ચાલી રહેલા મતભેદ અને Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanના ડિવોર્સ. જોકે, આ મામલે હજી સુધી અભિષેક કે ઐશ્વર્યા દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પણ હાલમાં પરિવારના મુખિયા એટલે કે Jaya Bachchanનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ તેમને બે નહીં પણ ત્રણ સંતાનોની દેખરેખ કરવી પડતી હોવાનો ખુલાસો કરતા જોવા મળ્યા હતા.
હવે જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનને સંતાનમાં એક દીકરો અભિષેક અને એક દિકરી શ્વેતા છે એ તો આખી દુનિયા જાણે છે તો આ ત્રીજું સંતાન કોણ છે અને હાલમાં તે ક્યાં છે એ જાણવાની તાલાવેલી થઈ ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
વાત છે 1981ની. એ સમયે જયા બચ્ચન, રેખા અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘સિલસિલા’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થયાના બે વર્ષ બાદ એક ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને અમિતાભ બચ્ચન સાથેના તેના સંબંધો, પરિવાર અને કરિયર વિશે પૂછાયેલા અનેક સવાલોના રસપ્રદ જવાબો આપ્યા હતા અને આ દરમિયાન જ જયા બચ્ચને ત્રીજા સંતાન વિશે ખુલાસો કર્યો હતો.
આપણ વાંચો: Abhishek Bachchanએ કેમ કહ્યું આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવારનું નામ…
ઈન્ટરવ્યુમાં જયા બચ્ચનને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાની જાતને ફિલ્મોથી કેમ દૂર રાખી રહ્યા છે અને આ સવાલના જવાબમાં તેમણે મજાકમાં કહ્યું કે ઘરમાં મારો સમય ત્રણ બાળકોના ઉછેરમાં જ પસાર થઈ રહ્યો છે. ફિલ્મોમાં કમબેક અંગે જયા બચ્ચને જણાવ્યું હતું કે ના, હજુ શરૂઆત તો નથી કરી, કારણ કે ત્રણ બાળકોને સંભાળવાના છે.
જ્યારે ઇન્ટરવ્યુ લેનારે જયા બચ્ચનને પૂછ્યું કે ત્રણ બાળકો કયા છે? જેના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે અમારા બે એટલે અભિષેક અને શ્વેતા અને. હું…
ત્યાર બાદ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પણ જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન, હેમા માલિની અને એશા દેઓલ સાથે જોવા મળ્યા હતા એ સમયે પણ જયા બચ્ચને બિગ બીને મોટા બાળક ગણાવ્યા હતા.
વાત જાણે એમ છે કે શ્વેતાએ શો પર હતું કે, અભિષેકનું એકદમ બેસ્ટ છે અને તે બધા સાથે બરાબર બનાવીએ ચાલે છે. હું જ હમેંશા મુશ્કેલીમાં ફસાઈ જાઉં છું, કારણ કે મારો એક અલગ અભિપ્રાય છે, હું મારી રાય મૂકું છું. અભિષેક જ્યારે મમ્મી સાથે બેસે છે ત્યારે તે કહે છે, ‘તમારી વાત સાચી છે, મમ્મી.’ જ્યારે તે પિતા સાથે હોય છે, ત્યારે તે કહે છે, ‘તમે સાચા છો, પપ્પા…આમ હું દર વખતે હું મુશ્કેલીમાં મુકાઉં છું.
શ્વેતાની વાત સાંભળીને જયા બચ્ચને કહ્યું કે અન્ય બાળકોની સરખામણીમાં મોટું બાળક હમેંશા લોકોનું ધ્યાન ખેંચે છે. આ સાંભળીને કરણે પૂછ્યું કે શું તમે અભિષેકની વાત કરી રહ્યા છો? જેના જવાબમાં તેમણે ના કહ્યું અને જ્યારે કરણે અમિતાભ બચ્ચનનું નામ લીધું તો જયા બચ્ચને હસીને હકારમાં માથું ધુણાવ્યું હતું.