Amitabh Bachchanનું નામ પોતાના નામની સાથે જોડાતા જ Jaya Bachchanએ આપ્યું આવું રિએકશન…
બોલીવુડ એક્ટ્રેસ અને રાજ્ય સભાના સાંસદ જયા બચ્ચન (બોલીવુડ Actress Jaya Bachchan) હંમેશાં પોતાના તેજતરાર મિજાજ માટે પ્રખ્યાત છે. પરંતુ આજે રાજ્ય સભામાં તેમનું જે રૂપ જોવા મળ્યું એ કદાચ અત્યાર સુધીમાં ક્યારેય નહીં જોવા મળ્યું હોય. પતિ અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પોતાનું નામ જોડાતા જયા બચ્ચન ગુસ્સે ભરાયા હતા, એટલું જ નહીં પણ તેમણે એવું પણ કહ્યું હતું કે ખાલી જયા બચ્ચન કીધું હોત તો પણ ચાલ્યું હોત. ચાલો તમને જણાવીએ આખો કિસ્સો વિસ્તારથી…
વાત જાણે એમ છે કે આજે જ્યારે સદનની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ડેપ્યુટી ચેરમેન હરિવંશે સદનમાં જયા અમિતાભ બચ્ચન એવું પૂરું નામ લઈને પોતાની વાત રજૂ કરવા જણાવ્યું હતું. આ વાતથી જયા બચ્ચન નારાજ થઈ ગયા હતા અને તેમણે કહ્યું ખાલી જયા બચ્ચન કહ્યું હોત તો પણ ચાલ્યું હોત.
જોકે આ મામલે ચેરમેને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અહીં તમારું નામ આ જ રીતે લખાયેલું છે અને એટલે જ મેં તમને આ નામથી સંબોધિત કર્યા હતા. જયા બચ્ચનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચને આ ઘટનાને મહિલાઓની ઓળખ, અસ્તિત્વ સાથે છેડછાડ ગણાવીને તેના પર વિસ્તારથી વાત કરી હતી
આ સાંભળીને જયા બચ્ચને કહ્યું કે આ એક નવી પદ્ધતિ છે કે મહિલાઓ તેમના પતિના નામથી ઓળખાય. પતિ વિના તેમનું કોઈ અસ્તિત્વ જ નથી. આ જે પણ નવો ટ્રેન્ડ છે એ મને ગમતું નથી. પીઠાસીનના વારંવાર એ કહેવા છતાં કે અહીં સંસદમાં તમારું નામ આ જ રીતે નોંધાયેલું છે પણ તેમ છતાં જયા બચ્ચને પોતાની જ વાત પકડી રાખીને દલીલ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.
એટલું જ નહીં પણ પોતાની સ્પિચમાં જયા બચ્ચન ખૂબ જ ઇમોશનલ થઈ ગયા હતા. તેમણે પોતાની સ્પિચમાં જણાવ્યું હતું કે હું આજે અહીં એક મા, દાદીની હેસિયતથી ઊભી છું. તેમણે દિલ્હીના કોચિંગ સેન્ટરમાં બનેલી દર્દનાક ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું અને તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધંજલિ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 76 વર્ષીય જયા બચ્ચન એક્ટ્રેસ હોવાની સાથે સાથે જ સમાજવાદી પાર્ટીનાં સાંસદ પણ છે. તેઓ 2004થી સપા સાથે જોડાયેલા છે.