મનોરંજન

Jaya Bachcanએ કોને કહ્યું કે હિંમત હોય તો….

Bachchan Family છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહેલાં કથિત પારિવારિક વિખવાદને કારણે લાઈમલાઈટમાં રહે છે. પરંતુ આ સિવાય પણ બચ્ચન પરિવાર ચર્ચામાં રહે છે અને એનું કારણ હોય છે Jaya Bachchan… Jaya Bachchan હંમેશા જ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ અને સ્ટેટમેન્ટેસને કારણ કે પછી પેપ્ઝ સાથેની દલીલને કારણે ચર્ચામાં રહે છે.

કોઈ પણ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરતી વખતે જયા બચ્ચન કોઈનો વિચાર નથી કરતાં… સોશિયલ મીડિયા પર પણ એમની ખાસ્સી એવી ફેન ફોલોઈંગ છે. એક્ટિંગ સિવાય પોલિટક્સમાં પણ એક્ટિવ છે. હાલમાં Jaya Bachchanના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જોવા મળી રહ્યા છે જેમાં તે પેપ્ઝને સંભળાવતા જોવા મળી રહ્યા છે.

આ સિવાય જયા બચ્ચન થોડાક સમય પહેલાં Navya Naveli Nandaના શો પર પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે વિવિધ મુદ્દાઓને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ જ અનુસંધાનમાં આગળના એપિસોડમાં જયા બચ્ચન ટ્રોલિંગ અને ટ્રોલર્સ વિશે વાત કરતાં જોવા મળ્યા હતા.

નવ્યાએ કહ્યું કે નેગેટિવ વાતો પર વ્યૂઝ અને કમેન્ટ્સ વધારે આવે છે અને આના જવાબમાં જયા બચ્ચને કહ્યું હતું કે તમને કમેન્ટ કરવી હોય તો પોઝિટીવ કરો… આ સાંભળીને નવ્યાએ કહ્યું કે આ લોકોને સામે બેસાડશો તો કંઈ પણ નહીં બોલી શકે…

નવ્યાની આ કમેન્ટ પર જયા બચ્ચને કહ્યું કે જો તમને કંઈ પણ બોલવાની હિંમત હોય તો સાચા મુદ્દા પર કમેન્ટ કરો અને તમારું મોઢું પણ દેખાડો…. જયા અને નવ્યાની આ વાત સાંભળીને શ્વેતા બચ્ચને કહ્યું કે આજકાલ લોકોને બીજાના દુઃખમાં સુખ મળે છે… આ સિવાય પણ શોમાં બચ્ચન પરિવારની ત્રણેય માનુનીઓ અને અગસ્ત્ય નંદા અલગ અલગ મુદ્દાઓ પર વાત કરતાં જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button