Jaya Bachchan અને Aishwarya Rai વચ્ચેની લડાઈનો આવ્યો અંત? શોપિંગ અને વેકેશન પર ગયા સાથે…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમનો પરિવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં બચ્ચન પરિવાર પોતાના પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવે છે અને એ કારણ એટલે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લગ્નજીવનમાં પડેલું ભંગાણ.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા અને સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)ના સંબંધો સુધરી ગયા હોય એવું લાગી રહ્યું છે. આવો જોઈએ શું છે આ વીડિયો અને ફોટોમાં-
આપણ વાંચો: બચ્ચન પરિવાર સહીત આ બોલિવૂડ સ્ટાર્સે મતદાનની ફરજ ના નિભાવી
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે પડેલાં ભંગાણ માટે લોકો જયા બચ્ચનને જવાબદાર માની રહ્યા છે. ઐશ્વર્યા અને જયા બચ્ચનના સંબંધો એમ પણ ખાસ કંઈ સારા નહોતા અને જાહેરમાં પણ એ વાત ઘણી વખત દેખાઈ ચૂક્યું છે.
આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આખો બચ્ચન પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. ઐશ્વર્યા અને જયા બચ્ચનના બગડેલાં સંબંધો વચ્ચે વાઈરલ થઈ રહેલો આ ફોટો અને વીડિયો જોઈને ફેન્સ ગૂંચવણમાં પડી ગયા છે.
જો તમે વિચારી રહ્યા છો કે આ વીડિયો અત્યારનો છે તે તો એવું નથી. વાઈરલ થઈ રહેલો ફોટો અને વીડિયો જૂનો છે. આ ફોટોમાંથી બચ્ચન પરિવારની દીકરી શ્વેતા બચ્ચન નથી જોવા મળી રહી. વાઈરલ થઈ રહેલા ફોટોમાં આખો પરિવાર ઈટલીમાં વેકેશન મનાવવા પહોંચ્યો હતો. એ સમયે આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો.
આપણ વાંચો: બચ્ચન પરિવાર ઐશ્વર્યા વિના જ કાશી વિશ્વનાથ દર્શને કેમ ગયો?
જોકે, આ વેકેશન બાદ જ એવા અહેવાલો સામે આવવા લાગ્યા હતા કે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે ખટપટ ચાલી રહી છે. આ જ કારણ છે કે બંને જણ જાહેરમાં સાથે નથી જોવા મળતા અને એકબીજાથી ડિસ્ટન્સ રાખીને ચાલતા જોવા મળે છે.
ફેન્સ આ વાઈરલ ફોટો પર કમેન્ટ અને લાઈક કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે અરે આ સૂર્ય પશ્ચિમથી ઉગ્યો છે કે શું? બીજા એક યુઝરે લખ્યું હતું કે સાસુ-વહુ વચ્ચેની લડાઈ ખતમ? બંને જણ સાથે કેટલા સુંદર લાગી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો કે ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…