મનોરંજન

જાણીતા ગુજરાતી અભિનેતાએ 15 વર્ષ પછી લીધા છૂટાછેડા, જાણો કારણ?

મુંબઈ: ટેલિવિઝનની દુનિયાના સૌથી લોકપ્રિય કપલ્સમાં જેની ગણના થતી હતી, તે જય ભાનુશાલી અને માહી વિજે હવે પોતાના રસ્તા અલગ કરી લીધા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા આ જોડીએ સત્તાવાર રીતે તેમના 15 વર્ષ જૂના લગ્નસંબંધોના અંતની જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવતા જ તેમના ચાહકોમાં આશ્ચર્ય અને નિરાશા જોવા મળી રહી છે.

જય અને માહીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લઈ રહ્યા છે.

આપણ વાચો: ડિવોર્સની અફવાઓ વચ્ચે જય ભાનુશાલીએ માહી વિજ માટે શેર કરી પોસ્ટ, કહ્યું તું કમાલ…

તેમણે સ્પષ્ટતા કરી છે કે આ સ્ટોરીમાં કોઈ ‘વિલન’ નથી અને તેમની વચ્ચે કોઈ કડવાશ નથી. પોસ્ટમાં લખ્યું છે કે આજે અમે જિંદગીની આ સફરમાં અલગ થવાનો નિર્ણય લીધો છે, પરંતુ અમે હંમેશાં એકબીજાના સપોર્ટર બનીને રહીશું. અમે શાંતિ અને સમજદારીને પ્રાથમિકતા આપી રહ્યા છીએ.

અલગ થયા હોવા છતાં, જય અને માહીએ તેમના બાળકો – તારા, ખુશી અને રાજવીર પ્રત્યેની જવાબદારીઓ વિશે ગંભીરતા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે બાળકોના ભવિષ્ય માટે તેઓ હંમેશા શ્રેષ્ઠ માતા-પિતા અને સારા મિત્રો બનીને રહેશે.

બાળકોના ઉછેરમાં કોઈ કમી ન આવે તે માટે તેઓ સાથે મળીને નિર્ણયો લેશે. તેમણે ચાહકોને પણ વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે.

આપણ વાચો: ભારતમાં વધી રહ્યું છે સ્લિપ ડિવોર્સનું ચલણ, 78 ટકા લોકો ફોલો કરી રહ્યા છે આ ટ્રેન્ડ…

જય અને માહીએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હતા અને અવારનવાર બાળકો સાથેની રિલ્સ શેર કરતા હતા. 2019માં તેમને પુત્રી તારાનો જન્મ થયો હતો, જ્યારે ખુશી અને રાજવીરના તેઓ ફોસ્ટર પેરેન્ટ્સ છે.

લાંબા સમયથી તેમના સંબંધો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવાની ચર્ચાઓ ચાલતી હતી, જેનો હવે અંત આવ્યો છે. વર્તમાનમાં માહી વિજ ‘સહર હોને કો હૈ’ સિરિયલમાં વ્યસ્ત છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button