મનોરંજન

ગીતકાર જાવેદ અખ્તરનું ટ્વીટર હેન્ડલ થયું હેક

બોલિવૂડ ફિલ્મોના જાણીતા લેખક અને ગીતકાર, જાવેદ અખ્તર પણ ઘણી હસ્તીઓની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એક્સ હેન્ડલ પર હિંમતભેર પોતાના વિચારો વ્યક્ત કરે છે ત્યારે આજે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પરંતુ તેનું એક્સ એકાઉન્ટ હેક થઈ ગયું છે. જેની જાણકારી ખુદ જાવેદ અખ્તરે એક પોસ્ટ દ્વારા આપી છે. તેણે 28 જુલાઈએ એક પોસ્ટ કરી અને કહ્યું કે તેમના એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે.

My X ID is hacked . There is a message ostensibly from my account about our Indian team for Olympics . It is totally harmless but not sent by me . We are in the process of complaining to the concern authorities in X .— Javed Akhtar (@Javedakhtarjadu) July 28, 2024

લેખક, ગીતકાર અને કવિએ એમ પણ કહ્યું હતું કે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટીમ વિશેની પોસ્ટ તેમણે નહીં પરંતુ હેકર્સ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કદાચ તે ટ્વીટ હવે ડિલીટ કરી દેવામાં આવી છે. જોકે આ પોસ્ટમાં કંઈ વાંધાજનક ન હતું, પરંતુ પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી નથી.

જાવેદ અખ્તરે લખ્યું કે મારું એક્સ એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઓલિમ્પિક માટેની અમારી ભારતીય ટીમ વિશે મારા એકાઉન્ટમાંથી એક પોસ્ટ કરવામાં આવી હતી. આ અંગે કાયદાકીય પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. ફેન્સે તેમને પાસવર્ડ બદલવાની સલાહ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button