જાવેદ અખ્તર કેમ શોધી રહ્યા છે આ પાકિસ્તાનીને…સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે…

જાવેદ અખ્તર પ્રસિદ્ધ ગીતકાર અને પટકથા લેખક છે. પરંતુ તે ગીત અને પટકથા કરતા પોતાના નિવેદનો માટે વધારે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં પણ તે ખૂબ જ એક્ટિવ હોય છે. અત્યારે એક એવી પોસ્ટ શેર કરી છે, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં પોસ્ટમાં એક પાકિસ્તાની સિંગર મોઅઝ્ઝમ અલી ખાનનો ઉલ્લેખ કરતા તેને ભરપૂર વખાણ પણ કર્યાં છે.
Also read : RSS પર વાંધાજનક ટિપ્પણીઃ ફરિયાદીએ કેસ પાછો ખેંચતાં જાવેદ અખ્તર નિર્દોષ
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, .મેં હમણાં જ યુટ્યુબ પર મોઅઝ્ઝમ સાહેબને ‘યે નયન ડરે ડરે’ ગાતા જોયા. શું તે મારો સંપર્ક કરી શકે છે? જો તે આપણા માટે કેટલાક ગીતો ગાય તો હું તેમનો આભારી રહીશ’. જાવેદ અખ્તરને મોઅઝ્ઝમ અલી ખાનનો અવાજ ખૂબ જ પસંદ આવ્યો છે. જેથી મોઅઝ્ઝમને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

મોઅઝ્ઝમે ‘યે નૈન ડારે ડારે’ ગીત ગાતો એક વીડિયો શેર કર્યો
મોઅઝ્ઝમ અલી ખાન એક પાકિસ્તાની સિંગર છે. હમણાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘યે નયન ડરે ડરે’ ગીત ગાતો એક વીડિયો શેર કર્યો હતો. જેને ઘણાં લોકો પસંદ પણ કર્યો હતો. આ વીડિયો જોયા બાદ જાવેદ અખ્તરે એક પોસ્ટ કરી છે. પોસ્ટમાં જાવેદ અખ્તરે એવું પણ લખ્યું કે, મોઅઝ્ઝમનો અવાજ ખૂબ ગમ્યો છે અને હવે તે ઈચ્છે છે કે તેના કેટલાક ગીતો ગાવે. આ જ કારણ છે કે તેઓ મોઅઝ્ઝમને શોધી રહ્યા છે. ‘યે નયન ડરે ડરે’ હેમંત કુમારે ગાયેલું અને સંગીતબદ્ધ કરેલું ખૂબ જ કર્ણપ્રિય ગીત છે. 1964માં આવેલી ફિલ્મ કોહરાનું આ ગીત વહિદા રહેમાન અને જૉય મુખરજી પર ફિલ્માવવામાં આવ્યું હતું. શબ્દો કૈફી આઝમીના હતા. આજે પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે.
Also read : ‘કટ્ટર મૂર્ખોની ચિંતા ના કરો…’ રોઝા ન રાખવા બદલ જાવેદ અખ્તરે શમીનું સમર્થન કર્યું
મોઅઝ્ઝમ અલી ખાન સિંગર સાથે સાથે અભિનેતા પણ છે
મોઅઝ્ઝમ અલી ખાન એ આ ગીતનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામમાં 02 નવેમ્બર 2024 ના રોજ પોસ્ટ કર્યો હતો. મોઅઝ્ઝમ અલી ખાનના અવાજને લોકો ખુબ જ પસંદ પણ કર્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મોઅઝ્ઝમ અલી ખાન સિંગર સાથે સાથે અભિનેતા પણ છે. વર્ષ 2020 માં પાકિસ્તાનમાં ‘સબાત’ નામે એક નાટક આવ્યું હતું, જેમાં આમિર ગિલાની અને માવરા હુસૈન મુખ્ય ભૂમિકામાં હતા. મોઅઝ્ઝમ અનેક વાર પોતાના સોશિયલ મીડિયા પર તેના ગાયન અને અભિનય પ્રોજેક્ટ્સની ક્લિપ્સ શેર કરતા રહે છે. તેમની યુટ્યુબ ચેનલ પર આશરે 36 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 1.5 લાખ ફોલોવર પણ છે.