'જટાધારા'ના ટીઝરમાં જોવા મળ્યો સોનાક્ષી સિન્હાનો આક્રમક અંદાજ, શું તેને મળશે 'કાંતારા' જેવી સફળતા? | મુંબઈ સમાચાર
મનોરંજન

‘જટાધારા’ના ટીઝરમાં જોવા મળ્યો સોનાક્ષી સિન્હાનો આક્રમક અંદાજ, શું તેને મળશે ‘કાંતારા’ જેવી સફળતા?

મુંબઈ: ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ ફિલ્મની વાર્તાએ દર્શકોને પોતાની તરફ આકર્ષ્યા છે. જેને લઈને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયાના બે દિવસમાં જ ફિલ્મ 100 કરોડના કલ્બમાં આવી ગઈ હતી. જોકે, હવે ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ જેવી જ એક ફિલ્મ આગામી નવેમ્બર મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ ‘જટાધારા’ છે. જેનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. જે જોનારના રૂંવાટા ઊભા કરી દે તેવું છે.

‘જટાધારા’ના ટીઝરમાં સોનાક્ષી સિન્હાનો આક્રમક અંદાજ

દૈવી શક્તિઓ અને રોમાંચથી ભરેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ સાબિત થઈ રહી છે. કંતારા ફિલ્મ તેનું તાજું ઉદાહરણ છે. ત્યારે હવે સોનાક્ષી સિન્હા પણ એક આવી જ ફિલ્મ સાથે ફિલ્મી પડદે ફરી પાછી ફરવાની તૈયારી કરી રહી છે. સોનાક્ષી સિન્હાની નવી ફિલ્મ ‘જટાધારા’નું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરે દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

‘જટાધારા’ ફિલ્મના ટીઝરમાં સોનાક્ષીના અદભુત અને આક્રમક અંદાજ જોવા મળ્યો છે. ટીઝર પરથી એવું લાગી રહ્યું છે કે ‘જટાધારા’ પણ કંતારાની જેમ જ કાલ્પનિક દુનિયા પર આધારિત ફિલ્મ હશે. આ ફિલ્મમાં પણ દૈવી જીવો અને હરીફ રાક્ષસી શક્તિઓ વચ્ચે ટક્કર જોવા મળશે. આ ફિલ્મની વાર્તા અનંત પદ્મનાભસ્વામી મંદિરની પૌરાણિક કથાઓ અને અલૌકિક શક્તિઓ પર આધારિત છે. એવું ફિલ્મી વિવેચકો અનુમાન લગાવી રહ્યા છે.

ક્યારે રિલીઝ થશે ‘જટાધારા’ ફિલ્મ

અભિષેક જયસ્વાલ અને વેંકટ કલ્યાણ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા સાથે દિવ્યા ખોસલા કુમાર અને સુધીર બાબુ પણ મુખ્ય ભૂમિકામાં છે. 7 નવેમ્બરના રોજ “જટાધારા” ફિલ્મ હિન્દી અને તેલુગુ બંને ભાષાઓમાં રિલીઝ થશે. હવે જોવાનું એ રહે છે કે સોનાક્ષી સિંહાની આ ફિલ્મની વાર્તા દર્શકોને પોતાની તરફ આકર્ષીને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી શકે છે કે નહીં.

આપણ વાંચો : રાતે અઢી વાગ્યે એવું તે શું થયું કે અમિતાભ બચ્ચને કહ્યું ઐસા લગા પૂરા બ્રહ્માંડ હિલ ગયા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button