જન્નત ઝુબૈર Vs અનુષ્કા સેન: લોકપ્રિયતા અને સંપત્તિની સ્પર્ધામાં કોણ છે આગળ?

જન્નત ઝુબૈર Vs અનુષ્કા સેન: લોકપ્રિયતા અને સંપત્તિની સ્પર્ધામાં કોણ છે આગળ?

જન્નત ઝુબૈર તાજેતરમાં ‘લાફ્ટર શેફ’માં જોવા મળી હતી, પરંતુ અનુષ્કા સેન ઘણા સમયથી નાના પડદેથી ગાયબ છે. અનુષ્કા સેન છેલ્લે રિયાલિટી શો ખતરોં કે ખિલાડી અગિયારમાં જોવા મળી હતી. જન્નત ઝુબૈર અને અનુષ્કા સેન હવે નાના પડદા પર ઓછા જોવા મળે છે, પરંતુ છતાં તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. એટલું જ નહીં, અનુષ્કા અને જન્નત બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેમના ફેન ફોલોઇંગ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. ચાલો જાણીએ કે બંનેમાંથી કોણ વધુ ધનિક છે.

જન્નત ઝુબૈર
જન્નતે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે માત્ર 23 વર્ષની જ છે, પરંતુ તેણે મિલકતની બાબતમાં ઘણા લોકપ્રિય સેલેબ્સને પણ પાછળ છોડી દીધા છે. જન્નત ઝુબૈરના ઇન્સ્ટાગ્રામ પર 50.1 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રીએ ‘ફુલવા’, ‘મહારાણા પ્રતાપ’ અને ‘તુ આશિકી’ જેવા શોમાં કામ કર્યું છે. જન્નત ‘ખતરોં કે ખિલાડી’ સીઝનની સૌથી મોંઘી સ્પર્ધક હતી. રિપોર્ટ અનુસાર, તેણે 18 લાખ રૂપિયા ફી લીધી હતી.

આ પણ વાંચો…ક્યારેક ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કરી હતી શરુઆત, આજે ગ્લેમરથી ઉડાવી રહી છે ફેન્સના હોંશ…

Instagram/jannatzubair29

લાફ્ટર શેફ માટે અભિનેત્રીએ પ્રતિ એપિસોડ 2 લાખ રૂપિયા ફી લીધી હતી. તે દરેક સોશિયલ મીડિયા પોસ્ટ માટે 1.5 થી 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ અનુસાર, જન્નતની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા છે પરંતુ કોઈમોઇ અનુસાર, જન્નતની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા છે.

અનુષ્કા સેન
અનુષ્કા સેને 2009માં ‘યહાં મેં ઘર ઘર ખેલી’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ અનુષ્કા બાલવીરમાં મેહરની ભૂમિકામાં જોવા મળી હતી, જેમાં તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. ‘ઝાંસી કી રાની’માં અનુષ્કાને ઘણી લોકપ્રિયતા મળી હતી. અનુષ્કાના ઇન્સ્ટાગ્રામ પર 39.6 મિલિયન ફોલોઅર્સ છે.

આ અભિનેત્રી સોશિયલ મીડિયા પાર્ટનરશિપ અને બ્રાન્ડ પ્રમોશનમાંથી ઘણી કમાણી કરે છે.રિપોર્ટ અનુસાર, અનુષ્કાની કુલ સંપત્તિ 15થી 20 કરોડની વચ્ચે છે. અભિનેત્રીનું મુંબઈમાં એક આલીશાન ઘર છે. તેની પાસે BMW330i M Sport અને Audi Q7 કાર છે, તેથી એવું કહેવું ખોટું નહીં હોય કે જન્નત ઝુબૈર અનુષ્કા સેન કરતાં વધુ ધનિક છે.

આ પણ વાંચો…અનુષ્કા સેન મોનોકિની પહેરીને પુલમાં ઉતરીઃ ચાહકો દંગ રહી ગયા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button