જાહ્નવી કપૂર અને વરુણ ધવનના નવા ગીત ‘પરફેક્ટ’ એ મચાવી ધૂમ

વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ “સની સંસ્કારી કી તુલસી કુમારી” નું નવું ગીત “પરફેક્ટ” રિલીઝ થઈ ગયું છે. “બિજુરિયા” અને “પનવાડી” પછી આ ત્રીજું ગીત પણ લોકો પસંદ કરી રહ્યા છે. પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવાએ ગયેલા આ ગીતને લોકો દરેક રીતે પરફેક્ટ માની રહ્યા છે. આ ગીત રિલીઝ થતા જ હિટ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર લોકો વરુણ ધવન અને જાહ્નવી કપૂરના ડાન્સ મૂવ્સ અને કેમેસ્ટ્રીની પ્રશંસા કરી રહ્યા છે, સાથે જ તેને પરફેક્ટ એનર્જી, પરફેક્ટ વાઇબ અને પરફેક્ટ બિટ્સ પણ કહી રહ્યા છે. ગીતમાં ગુરુ રંધાવાની હાજરીએ તેના આકર્ષણમાં વધારો કરે છે.
આ પણ વાંચો : જાહ્નવી કપૂરે દહી-હાંડી ફોડીને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, વીડિયો વાયરલ
ફિલ્મ, “સની સંસ્કાર કી તુલસી કુમારી”, 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું, અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ ગીત પર અસંખ્ય કમેન્ટ્સ મળી છે.
એકે કહ્યું, “ખરેખર, ફિલ્મમાં આવું ગીત..તે એકદમ પરફેક્ટ છે.” બીજાએ ઉમેર્યું, “હું જાહ્નવી પરથી નજર હટાવી શકતો નથી, તે અદ્ભુત લાગે છે.” લોકોએ ગીતની પણ પ્રશંસા કરી.
શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં જાહ્નવી અને વરુણ સિવાય સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલર જોઈને જ ફિલ્મની રોમાંચક વાર્તાની ઝલક મળે છે. ફિલ્મમાં વરુણ અને જાહ્નવી છુટા પડેલા પ્રેમીઓની ભૂમિકા ભજવે છે જેમના ભૂતપૂર્વ પ્રેમીઓ હવે લગ્ન કરી રહ્યા છે. આ દરમિયાન, વાર્તા યુ-ટર્ન લે છે. ફિલ્મ નાટક, કોમેડી અને મજાથી ભરપૂર છે.
તમને જણાવી દઈએ કે જાહ્નવીએ તેની 7 વર્ષની કરિયરમાં ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’, ‘રૂહી’, ‘ગુડ લક જેરી’, ‘મિલી’, ‘બવાલ ‘, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’, ‘દેવરા: પાર્ટ 1’ અને ‘પરમ સુંદરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.