મનોરંજન

IPL Auction-2025માં કેમ છવાઈ ગઈ Juhi Chawalaની દીકરી? નેટિઝન્સે કહ્યું ભાઈ…

સાઉદી અરેબિયાના જેદ્દાહ ખાતે આઈપીએલ મેગા ઓક્શન -2025 (IPL Mega Auction-2025)યોજાઈ રહ્યું છે અને આ બધા વચ્ચે કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ સાથે બોલીવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાની સાથે તેની દીકરી જાહ્નવી મહેતાની એક ઝલક જોવા મળી હતી. સોશિયલ મીડિયા જાહ્નવીના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. ક્રિકેટ ફેન્સ સ્ટારકિડ જાહ્નવીને જોઈને પૂછી રહ્યા છે કે આખરે એ છે કોણ? ચાલો તમને જણાવીએ જાહ્નવી વિશે-

આઈપીએલ-2025ના મેગા ઓક્શનમાં કેકેઆરની ટીમની માલિક જૂહી ચાવલા તેની દીકરી જાહ્નવી મહેતા સાથે જોવા મળી હતી. આ સમયે જાહ્નવી વ્ટાઈટ ટી-શર્ટ અને ડાર્ક વેલવેલ જેકેટમાં જોવા મળી હતી. કેકેઆરના સિનીયર મેમ્બર્સને તેણે ઓક્શન દરમિયાન જોઈન કર્યું હતું. સોશિયલ મીડિયા પર જાહ્નવીના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને નેટિઝન્સ એના વિશે સવાલો પૂછી રહ્યા છે. જાહ્નવીની મિલિયન ડોલર સ્માઈલ પર યુઝર્સ ફિદા થઈ ગયા છે.

લોકોએ જાહ્નવીને બ્યુટી વિથ બ્રેનનું ટેગ આપ્યું હતું. એક યુઝરે એના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ કોણ છે આટલી સુંદર લેડી? બીજા એક યુઝરે લખ્યું છે કે જાહ્નવી ખૂબ જ ક્યુટ છે અને કેટલાક લોકોએ તો તેને કેકેઆર માટે લકી પણ ગણાવી હતી. એક યુઝરે તો એવું ફણ પૂછી લીધું હતું કે તે જૂહીની દીકરી છે કે બિડિંગ યુનિટની મેમ્બર? નેટિઝન્સને જાહ્નવીની સાદગી ખૂબ જ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો : 40 વર્ષ પહેલાનો જૂહી ચાવલાનો એ વીડિયો જોશો તો ફરી તેનાં પ્રેમમાં પડી જશો…

જૂહીએ જેદ્દાહ જતી વખતનો પોતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નાખ્યો હતો. પરંતુ ઓક્શનમાં તે સ્પોટ થઈ નહોતી.અહીંયા તમારી જાણ માટે જાહ્નવી પોતાના માતા-પિતાની ખૂબ જ લાડકી છે. જાહ્નવીએ ન્યૂયોર્કના કોલંબિયા યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનું ઈન્સ્ટા એકાઉન્ટ પબ્લિક છે, પરંતુ તે ખાસ કંઈ પોસ્ટ નથી કરતી. આ પહેલાં 2022માં પણ જાહ્નવી સાથે આર્યન અને સુહાના કાન પણ આઈપીએલ ઓક્શન વખતે જોવા મળ્યા હતા અને એ સમયે જૂહીએ આ ત્રણેયને કેકેઆરનો વર્તમાન ગણાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button