જાહ્નવી કપૂરનો ગણેશ ચતુર્થી લુક: ‘અપ્સરા’ જેવી લાગતી તસવીરો થઈ વાયરલ

મુંબઈ: ગણેશ ચતુર્થીના તહેવારે જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલા લહેંગાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. મનીષ મલ્હોત્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર જાહ્નવીના આ શાનદાર લુકની તસવીરો શેર કરી છે, જેમાં તે અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે.

જાહ્નવી કપૂરે ડસ્ટી રોઝ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો, જે તેને નરમ અને ભવ્ય દેખાવ આપી રહ્યો હતો. તેના બ્લાઉઝમાં ગોળ નેકલાઇન અને ટૂંકી સ્લીવ્સ હતી, જેના પર સિલ્વર ઝરી, સ્ટાર્સ અને સિક્વન્સનું સુંદર ભરતકામ કરવામાં આવ્યું હતું. બોર્ડર પર વેલ્વેટ ફેબ્રિક તેના દેખાવમાં વધારો કરી રહ્યું હતું.

ટીશ્યુ ફેબ્રિકથી બનેલા આ લહેંગા પર પાંદડાની પેટર્ન, ઝરી વર્ક, નાના ફૂલો, વેલા અને ભૌમિતિક ડિઝાઇનનું કામ હતું. સાથે મેચિંગ દુપટ્ટો પણ હતો. જાહ્નવીએ પોતાના લુકને પૂર્ણ કરવા માટે હાથીની ડિઝાઈનવાળી અને પોલ્કી વર્કવાળી સુંદર કાનની બુટ્ટીઓ પહેરી હતી.

આ ઉપરાંત, તેણે સ્ટડેડ બ્રેસલેટ અને કમરબંધ પણ પહેર્યા હતા, જે તેના લુકને વધુ શાનદાર બનાવી રહ્યા હતા. જાહ્નવીની સાથે મનીષ મલ્હોત્રા પણ રોયલ લુકમાં જોવા મળ્યા.

મનીષ મલ્હોત્રાએ મલ્ટિકલર દોરાના કામવાળો વાદળી રંગનો કુર્તો અને સફેદ ચૂડીદાર પહેર્યો હતો. તેમનો ક્રિસ્પ કોલરવાળો કુર્તો તેમના દેખાવમાં શક્તિ અને સ્ટાઇલ ઉમેરી રહ્યો હતો. આ આઉટફિટ્સ લગ્ન અથવા તહેવારોના પ્રસંગો માટે પરફેક્ટ છે.
આ પણ વાંચો…Viral Video: વિસર્જન દરમિયાન Radhika Merchant-Anant Ambaniએ સરેઆમ કરી એવી હરકત કે…